મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદનાં જુના દેવળીયામાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને છરીના ત્રણ ઘા ઝીકયા: ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE









હળવદનાં જુના દેવળીયામાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને છરીના ત્રણ ઘા ઝીકયા: ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે તળાવની પાળી પાસેથી મેળામા જતા ત્રણ શખ્સો ગાળો બોલતા હોવાથી તેને યુવાને ગાળો બોલવાની ના પડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સો દ્વારા યુવાનની સાથે ઝઘડો કરીને તેને છરીના ત્રણ ઘા છાતી અને પેટના ભાગે મરવામાં આવેલ છે જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને ત્રણ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મુળ જુના દેવળીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે સ્વસ્તીક સોસાયટીમાં રહેતા સુરેશભાઇ મગનભાઇ ભોરણીયા જાતે પટેલ (૫૨)એ રમઝાનભાઇ મુસાભાઇ મીયાણા, યાસીનભાઇ મુસાભાઇ મીયાણા અને અમીન તાજમહમદભાઇ મીયાણા રહે ત્રણેય જુના દેવળીયા તાલુકો હળવદ વાળની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જુના દેવળીયા ગામે તળાવની પાળી પાસેથી આરોપીઓ એકટીવા લઇ મેળામા જતા હતા ત્યારે ગાળો બોલી દાદાગીરી કરતા હતા જેથી કરીને ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરીયાદીને ગાળો આપીને તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યારે યાસીનભાઇ મુસાભાઇ મીયાણા અને અમીન તાજમહમદભાઇ મીયાણાએ ફરીયાદીને પકડી રાખતા આરોપી રમઝાનભાઇ મુસાભાઇ મીયાણાએ તેને જાનથી મારી નાખવાના ઇરાદે છરીના છાતીની ડાબી બાજુ બે ઘા અને પેટ તથા છાતીની વચ્ચેના ભાગે એક ઘા આમ કુલ મળીને ત્રણ ઘા ઝીકયા હતા જેથી કરીને યુવાનને ગંભીર ઇજા થયેલ હતી અને તેને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ તેને ત્રણેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરી છે




Latest News