વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી કોપરનો વાયર બિન વરસી હાલતમાં મળ્યો: માનસર ગામે દેશી દારૂની ભઠ્ઠી સાથે બે પકડાયા


SHARE









મોરબીના રફાળેશ્વર પાસેથી ૫૦ કિલો કોપરનો વાયર બિન વરસી હાલતમાં મળ્યો

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરીયાલાલ હોટલ નજીક કોપરનો વાયર બિન વરસી હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે શક પડતી મિલકત તરીકે તેને કબજે કરીને આગળની કાર્યવાહી કરલે છે

જાણવા મળતી માહિતી મુજબ સામે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે બિન વરસી હાલતમાં કોપરનો વાયર પડ્યો હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેથી કરીને રૂપિયા ૨૫ હજારની કિંમતનો ૫૦ કિલો વજનનો કોપર વાયર ત્યાંથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

દેશી દારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં નદીના કાંઠે પ્રવીણભાઈ સુરેલાના ખેતર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦૦ લીટર આથો તેમજ અઢીસો લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળીને પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને ૮૨૦૦ ની કિંમતનો મુદ્દામાલને કબજે કર્યો હતો અને પ્રવીણભાઈ રતિલાલભાઈ સુરેલા જાતે કોળી (ઉંમર૨૫) રહે. માનસર તેમજ ઈકબાલભાઈ કાદરભાઈ જામ જાતે મિયાણા (ઉંમર ૧૮) રહે. વીસીપરા અમૂલ ડેરી પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News