વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ક્રિટિકલ ઇન્ફાસ્ટ્રક્ચર યોજના હેઠળ આરસીસી રોડ મંજૂર કરવા મંત્રીને રજૂઆત


SHARE









મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ક્રિટિકલ ઇન્ફાસ્ટ્રક્ચર યોજના હેઠળ આરસીસી રોડ મંજૂર કરવા મંત્રીને રજૂઆત

મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ થયો છે પરંતુ રોડ રસ્તા સારા ન હોવાથી ઉદ્યોગકારો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જેથી મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા હાલમાં પંચાયત વિભાગના મંત્રીને રજૂઆત કરીને ક્રિટિકલ ઇન્ફાસ્ટ્રક્ચર યોજના હેઠળ મોરબીના ઔદ્યોગિક વિસ્તારના રોડ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા દ્વારા હાલમાં પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીની આસપાસમાં જીઆઇડીસી વિસ્તાર નહીં પરંતુ ખાનગી જમીનમાં ઔદ્યોગિક વિકાસ થયો છે અને સિરામિક ઉદ્યોગમાં ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી આરસીસી રોડની ખાસ જરૂરિયાત આ વિસ્તારમાં છે જેથી કરીને વર્ષ ૨૦૨૧-૨૨ માં ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના હેઠળ મોરબી ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એસોસિએશન, મોરબી વાંકાનેર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એસોસિયેશન અને મંગલચેતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એસોસિએશન મારફતે ત્રણ પ્રોજેક્ટ બનાવીને ૧૮ રોડ રસ્તા આરસીસી અંદાજે ૩૨ કરોડના મંજૂરી અર્થે મોકલાવેલ છે અને આ પ્રોજેક્ટ હેઠળ રસ્તાઓ જે બનાવવામાં આવ્યા હતા તેની હાલમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ હોવાથી ઉદ્યોગકારો સહિતના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી ત્રણેય પ્રોજેક્ટને મંજૂર કરવા યોગ્ય કાર્યવાહી કરીને લોકોને સારા રોડ રસ્તા મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે થઈને મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા રાજ્યના પંચાયત મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે




Latest News