મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેર ખાતે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે વાંકાનેર પ્રાંત કક્ષાએ વિવિધ જનસુખાકારીના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ વાંકાનેર ખાતે યોજાયો હતો.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વડપણ હેઠળની સરકારને એક વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. જે હેઠળ મોરબીના વાંકાનેર પ્રાંત કક્ષાના વિવિધ જન સુખાકારીના વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાપર્ણનો કાર્યક્રમ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે વાંકાનેર પ્રાંત કક્ષાએ વાંકાનેરના જુદા જુદા ગામોના વિકાસના કુલ ૧૦૫.૨૫ લાખના ૩૨ કામોનું ખાતમુહૂર્ત તથા કુલ ૨૧.૭૬ લાખના ૯ કામોનું લોકાપર્ણ મળી એક કુલ ૧૨૭.૦૧ લાખના ૪૧ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકોપર્ણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિમાર્ણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા આવાસ, રસ્તા, વિજળી, સહકારી એમ તમામ ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો છે. જન કલ્યાણની વિવિધ યોજનાઓ થકી આ વિસ્તારની કાયાપલટ-કાયાકલ્પ કરવાનો સરકારનો ઉદેશ છે તેવું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકારે વિવિધ યોજનાઓ થકી છેવાડાના લોકોની ચિંતા કરી છે. સરકારની જનસુખાકારીની યોજનાઓ થકી આ વિસ્તાર આરોગ્ય, શિક્ષણ, સહકાર તમામ ક્ષેત્રે આગળ આવ્યું છે.આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ માહિતી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વાસ થી વિકાસયાત્રા અંગેની ફિલ્મ નિહાળી હતી.






Latest News