મોરબીમાથી બે દિવસથી ગુમ થયેલા યુવાનની મચ્છુ નદીમાથી કોહવાયેલી લાશ મળી
SHARE









મોરબીમાથી બે દિવસથી ગુમ થયેલા યુવાનની મચ્છુ નદીમાથી કોહવાયેલી લાશ મળી
મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્ક શેરી નંબર-૨ માં મહેશ પાન વાળી શેરીમાં રહેતો યુવાન ગુમ થયો હતો જેની લાશ મોરબીની મચ્છુ નદીમાથી મળી આવી છે અને કોઈ કારણોસર તેને આપઘાત કર્યો છે જેથી તેની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી છે અને મોરબી તાલુકા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ મીરાપાર્ક શેરી નંબર-૨ માં રહેતા દિનેશભાઇ જીવરાજભાઈ ધોળકિયા પ્રજાપતિ કુંભાર નામનો ૪૨ વર્ષીય યુવાન ગત તા.૧૮-૮ ના રોજ સવારે સાતેક વાગ્યે નોકરીએ જવા માટે રંગપર ગામની સીમમાં આવેલ એલવી ગ્રેનાઇટોમાં ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે આવવા માટે બાઈક લઈને નીકળયા હતા દરમિયાન રસ્તામાં તેઓ ગુમ થઈ ગયા હતા અને છેલ્લા બે દિવસથી તેઓ ઘરે પરત આવ્યા ન હતા માટે તેમના પત્ની શિલ્પાબેન દિનેશભાઈ ધોળકીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને તેમના પતિ દિનેશભાઈ ગુમ થયા હોવા અંગેની જાણ કરી હતી માટે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા પાસેથી મળતી માહિતી મુજબ મચ્છી નદીમાથી દિનેશભાઈની કહોવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી કરીને તેની બોડીને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે જો કે કોઈ કારણોસર તેને આપઘાત કર્યો છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે
