મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે યુવાનને આંતરીને ચાર અજાણ્યા શ્ખ્સોએ કરી બે મોબાઈલ ફોનની લૂંટ


SHARE

















મોરબીના પીપળી પાસે યુવાનને આંતરીને ચાર અજાણ્યા શ્ખ્સોએ કરી બે મોબાઈલ ફોનની લૂંટ

મોરબીના પીપળી રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી પસાર થઈને પોતાના ઘરે રાત્રિના સમયે જય રહેલા યુવાનને રોકીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા તેની પાસેથી બે મોબાઇલ ફોનની માર મારીને લૂંટ ચલાવવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સરદાર રોડ ઉપર આવેલ સુધારા વાળી શેરીમાં ફાયર સ્ટેશનની સામેના ભાગમાં રહેતા વિહાર વિનયચંદ્ર જોશી (ઉમર ૩૨) પિપળી ગામે પાણીના ટાંકા પાસેથી પસાર થતા રસ્તા ઉપર રાતે કારખાનેથી કામ પૂરું કરીને પરત ઘરે જય રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર લઈને બે શખ્સો અને સિલ્વર કલરના બાઈકમાં બીજા બે શખ્સો  આમ કુલ મળીને ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાનનું બાઇક ઊભું રખાવીને તેને બાવળની ઝાડીમાં લઈ ગયા હતા જ્યાં તેમણે ઢીકાપાટુનો માર મારીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને તેની પાસે પાંચ હજાર રૂપિયાની કિંમતનો એમઈનો મોબાઇલ તેમજ ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો એપલનો મોબાઈલ ફોન લૂંટી લેવામાં આવ્યો હતો આમ કુલ મળીને ચાર લૂંટારુઓ દ્વારા યુવાન પાસેથી ૧૫ હજારની કિંમતના બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટના બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધીને હાલમાં અજાણ્યા શખસો લૂંટ ચલાવી નાસી છૂટયા છે તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે




Latest News