મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામની એટ્રોસીટીની ફરિયાદમાં આરોપી જામીન મુક્ત


SHARE







મોરબીના નાની વાવડી ગામની એટ્રોસીટીની ફરિયાદમાં આરોપી જામીન મુક્ત

મોરબીની એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં નાની વાવડી ગામના એટ્રોસીટીના અને મારામારીના ગુનામાં આરોપી દિલીપભાઈ રામજીભાઈ પડસુંબીયાનો જામીન પર છૂટકારો થયો છે 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા મારા મારી તથા એટ્રોસીટી એકટની હેઠળ ફરીયાદ નોંધાયેલ હતી જે ફરીયાદમાં પોલીસે નાની વાવડી ગામના વતની દિલીપભાઈ રામજીભાઈ પડસુંબીયાની ધરપકડ કરેલ હતી અને આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. આરોપી વિરુદઘ રાગદેખ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે અને આરોપીએ આ કામના ફરીયાદીને માર મારેલ હોય કે જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી માટે આરોપીને પી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુકત કરવા દલીલ કરેલ હતી અને બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીને ૧૫૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાસુનીલ એસ. માલકીયામોનીકાબેન ગોલતર રોકાયેલા હતા . 






Latest News