મોરબીના નાની વાવડી ગામની એટ્રોસીટીની ફરિયાદમાં આરોપી જામીન મુક્ત
Morbi Today
મોરબીના નવયુગ વિદ્યાલય દ્વારા વિકાસ વિદ્યાલયમાં રક્ષાબંધનની કરાઇ ઉજવણી
SHARE









મોરબીના નવયુગ વિદ્યાલય દ્વારા વિકાસ વિદ્યાલયમાં રક્ષાબંધનની કરાઇ ઉજવણી
ભારતીય સાંસ્કૃતિક તહેવારોમાં ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનની ઉજવણી માટે નવયુગ વિદ્યાલય - મોરબી દ્વારા વિશેષ આયોજન કરાયું હતું. અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ વિકાસ વિદ્યાલય ગૃહ ખાતે ગયા હતા અને ત્યાં બહેનો પાસે રાખડી બંધાવી હતી અને આ પવિત્ર પર્વ ઉજવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બહેનોને કોસ્મેટિક્સ બોક્સની ભેટ અપાઈ હતી તેમજ નાસ્તાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્ર્મ માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ મેનેજમેન્ટ ટીમ દ્વારા વિકાસ વિદ્યાલય ગૃહની બહેનોને શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી
