બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ મોરબીના જુના રફાળેશ્વર રોડે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર મામલદાર કચેરી પાછળ રેલવે ટ્રેક ઉપર પડતું મૂકીને આધેડે કર્યો આપઘાત


SHARE











વાંકાનેર મામલદાર કચેરી પાછળ રેલવે ટ્રેક ઉપર પડતું મૂકીને આધેડે કર્યો આપઘાત

વાંકાનેર મામલદાર કચેરી પાછળ રેલવે ટ્રેક ઉપર પડતું મૂકીને આધેડે ગઇકાલે બપોરના સમયે આપઘાત કર્યો હતો જેથી કરીને સ્ટેશન મસ્તરે આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર સીટી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર દેવેંન્દ્રભાઇ રાજેન્દ્રભાઇ શર્માએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી કે એક અજાણ્યો ૫૫ વર્ષના આધેડ ગઇકાલે બપોરના સાડા ત્રણ વાગયા પહેલા વાંકાનેર મામલદાર કચેરી પાછળ ૭૦૩ કિ.મીના ખાભા પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું જેથી કરીને તે વ્યક્તિ કયાઈ ગયેલ છે જેની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની વધુ તપાસ એમ.આર ગામેતીને સોપવામાં આવી છે
દારૂ લીટર ૪૦૦
વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામે દશામાંના મંદીર સામે રોડના સ્પીડ બ્રેકર પાસે અલ્ટો કે-૧૦ કાર નંબર જી.જે. ૩ ઇ.સી. ૩૪૬૯ છોડીને તેનો ચાલક નાશી ગયો હતો જે કારને છે ચેક કરવામાં આવ્યા તે કારમાથી નો ચાલક દેશી દારૂ લીટર ૪૦૦ મળી આવ્યો હતો જેથી ૮૦૦૦ ની કિંમતનો દારૂ અને ૬૦૦૦૦ ની કિંમતની કાર આમ કુલ મળીને ૬૮૦૦૦ નો મુદામાલ કબ્જે કરીને પોલીસે હાલમાં કાર છોડીને નાશી ગયેલા શખ્સની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે






Latest News