મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ૨૧ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE









મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ૨૧ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં ગત રાત્રીના એલસીબીના સ્ટાફે બાતમીના આધારે રેડ કરી હતી અને રહેણંક મકાનમાંથી ૨૧ બોટલ દારૂ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવેલી છે અને તેણે જેની પાસેથી આ 'માલ' ખરીદ્યો છે તેની સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ નાની બજારમાં રહેતા રમઝાન આમદ ચાનિયા જાતે સંધિ (ઉમર ૩૫) નામના શખ્સના રહેણાંક મકાનમાં એલસીબીના સ્ટાફે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન રમઝાન ચાનિયાના રહેણાંક મકાનમાંથી પોલીસને ૨૧ બોટલ દારૂ મળી આવતા હાલમાં રૂા.૧૦,૯૨૦ સાથે રમઝાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે આ જથ્થો મોરબીના અક્રમ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોય હાલ બંને સામે ગુનો નોંધીને પોલીસ દ્રારા અક્રમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા કલ્યાણપુર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો ચંદુભાઈ બચલાભાઇ રાઠવા (૩૩) રહે.ગોઇતા ફળિયુ વડોદરા વાળાનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જયારે ઢુવા ગામ પાસેના સીરામીક ટાઇલ્સના કારખાનામાં એસીનું રીપેરીંગ કામ કરતા સમયે બ્લાસ્ટ થતા સરફરાઝ પટેલ (૨૨) અને અસલમ હાજી પટેલ (૨૦) રહે.બંને તીથવા તા.વાંકાનેક નામના બે યુવાનોને ઇજાઓ થતા તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના દાઉદીપ્લોટ વિસ્તારમાં રહેતા મહમદભાઈ સુલેમાનભાઈ નામનો ૩૫ વર્ષનો યુવાન શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ પટેલ મેડિકલ સ્ટોર નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેર તાલુકાના ખાનપર ગામના રહેવાસી રાજેશ દિનેશભાઈ ડાભી નામનો યુવાન ઘરેથી વાડીએ જતો હતો ત્યારે તેનું મોટરસાયકલ રખડતા ઢોર સાથે અથડાતા વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રાજેશ ડાભીને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો




Latest News