મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરથી ગાંધીનગર હક્ક માટે જતા MDM ના સંચાલકોને રોકતી પોલીસમાં ભાજપના કાર્યકરોને રોકવાની છે હિંમત ?


SHARE













વાંકાનેરથી ગાંધીનગર હક્ક માટે જતા MDM ના સંચાલકોને રોકતી પોલીસમાં ભાજપના કાર્યકરોને રોકવાની છે હિંમત ?

ગુજરાતમાં મધ્યાન ભોજન યોજના (એમડીએમ)માં કામ કરતા સંચાલકો અને હેલ્પર સહિતનાઓને નજીવો પગાર છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે જેથી કરીને પગાર વધારો સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓની માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી જેથી મધ્યાન ભોજનના ગુજરાતભરના સંચાલકો દ્વારા આજે સોમવારે ગાંધીનગર ખાતે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૯૬૦૦૦ જેટલા કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડે તેમ હતા ત્યારે મોરબી જીલ્લામાં આવતા વાંકાનેર તાલુકામાંથી ગાંધીનગર આંદોલનમાં જોડાવા માટે જતાં એમડીએમના કર્મચારીઓને ચંદ્રપુર ગામ પાસે રોકોવામાં આવ્યા હતા અને વાંકાનેર તાલુકામાંથી મહિલા સંચાલકો સહિતના કુલ મળીને ૬૦ જેટલા એમડીએમના સંચાલકોએ ખાનગી બસ બાંધીને ગાંધીનગર જતાં હતા તેને રોકીને વાંકાનેર સિટી પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા અને કલાકો સુધી પોલીસ મથકે બેસાડી રાખવામા આવ્યા હતા ત્યાર બાદ મહિલા સંચાલકોને રાત્રિના સમયે ઘરે જવા દેવામાં આવ્યા હતા જો કે, પુરૂષોને સવારે આઠ વાગ્યા સુધી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને રાખવામા આવ્યા હતા ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, એમડીએમના સંચાલકોનો શું વાંક કે ગુનો હતો જેથી તેને આખી રાત પોલીસ સ્ટેશન્મા રાખવામા આવેલ છે ? ત્યારે એક સંચાલક સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ગાંધીનગરમાં ૧૪૪ લાગુ હોવાથી તે લોકો ત્યાં જય શકે નહીં તેવું પોલીસ તરફથી કહેવામા આવ્યું છે તો આવતી કાલે મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે ત્યારે ૫૦ હજાર લોકોને ભેગા કરવાનું ભાજપ કહી રહી છે અને મોરબી જીલ્લામાં પણ કલમ ૧૪૪ લાગુ જ છે તો શું આ કાર્યક્રમમ જતાં લોકોને પણ રોકવાની મોરબી જિલ્લા પોલીસમાં હીમત છે ? આવો અણીદાર આક્ષેપ પણ કરવામાં આવેલ છે






Latest News