મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

તો કોંગ્રેસના 200 કાર્યકર્તા બાઇક સાથે મોરબીમાં ભાજપના રોડ શોમાં જોડાવા તૈયાર !


SHARE









મોરબીમાં યોજાનાર ભાજપ અધ્યક્ષનો રોડ શો મહેન્દ્રનગરથી અણિયારી ચોકડી સુધી ભાજપ દ્વારા કરવામાં આવે તો તંત્ર અને સતાધીશોની કામગીરી રાષ્ટ્રીય અધ્યક્ષના ધ્યાનમાં આવે તેમ છે માટે રોડ શો ત્યાં સુધી લઇ જવા કોંગ્રેસના યુવા આગેવાને માંગ કરેલ છે

આવતી કાલે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષનો મોરબીમાં રોડ શો યોજાવાનો છે ત્યારે મોરબી શહેરમાં રોડ રસ્તાનાં યુદ્ધનાં ધોરણે કામ થઈ રહ્યા છે આવું જ કામ જો મોરબીની પ્રજા માટે કર્યું હોત તો લોકોનાં હદયમાં સ્થાન પામ્યા હોય પણ નહિ આ ભાજપને માત્રને માત્ર ચૂંટણી લક્ષી કામોમાં અને પ્રચારમાં જ મજા આવે છે એ વાત હાલમાં સાબિત થાય છે
મોરબીના યુવા કોંગી આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, યુવાનોની બેરોજગારી, મોંઘવારી સહિતના મુદા છોડીને ભાજપ તાયફા અને પ્રચારમાં વ્યસ્ત છે. જો ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષનો રોડ શો મહેન્દ્રનગર થી અણિયારી ચોકડી સુધી કર્યો હોત તો પ્રજાનું પણ ભલું થાય કે ત્યાંનાં રોડ રસ્તા તો સારા થઈ જાત એવી લોકોમાં વાતો નો વંટોળ ચડ્યો છે ત્યારે આ ભાજપની નીતિ રિતીનો તેમને વિરોધ કરેલ છે અને જો જે.પી.નડ્ડાને મહેન્દ્રનગરથી અણિયારી ચોકડી સુધી રોડ શો કરવો હોઈ તો કોંગ્રેસના યુવા આગેવાન સહિત ૨૦૦ મોટર સાઇકલ સાથે તેઓ પણ રોડ શોમાં જોડાશે તેવો કટાક્ષ કરેલ છે




Latest News