મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની રામકૃષ્ણનગર કન્યા શાળાનો કલા મહાકુંભમાં દબદબો યથાવત


SHARE







વાંકાનેરની રામકૃષ્ણનગર કન્યા શાળાનો કલા મહાકુંભમાં દબદબો યથાવત

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ટંકારાના વીરપર ગામે આવેલ નાલંદા વિધાલય ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ કાર્યક્રમમાં શ્રીરામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળાની બાળાઓએ લોકનૃત્ય, રાસ, ગરબા, લોકગીત, સમૂહગીતમાં ભાગ લીધો હતો અને પોતાની આગવી કળા અને પ્રતિભાના ઓજસ પાથરી શાળાની યશ કલગીમાં વધારો કર્યો છે. જેમાં લોકનૃત્યમાં પ્રથમ સ્થાન, ગરબામાં તૃતિય સ્થાન, રાસમાં તૃતિય સ્થાન, મેળવી શાળાને ઝોન કક્ષા સુધી પહોંચાડેલ છે. અને આગામી દિવસોમાં યોજાનાર ઝોન કક્ષાના કલા મહાકુંભસ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અને શાળાની બાળાઓને શાળાના આચાર્ય જેઠાભાઇ પી. વનાણી અને શાળાના સમગ્ર સ્ટાફ દ્રારા માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરૂ પાડેલ છે.






Latest News