મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી: દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે અરજી કરવાની તારીખ લંબાવાઇ


SHARE









મોરબી: દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે અરજી કરવાની તારીખ લંબાવાઇ

સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને પગભર કરવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે.

જે અન્વયે  દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/નોકરીદાતાઓ અથવા પ્લેસમેન્ટ ઓફિસરોએ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, (રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક  માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે) જરૂરી દસ્તાવેજો સાથે, બે નકલમાં  તા.૧૯ સુધીમા રોજગાર વિનિમય કચેરી, જિલ્લાસેવા સદન રૂમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં એક માસની મુદ્દત વધારવામાં આવી છે. હવે આ અરજી ૧૯ સુધીમાં કરાવી શકાશે. અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી.જરૂરી ફોર્મ વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી  મેળવી શકાશે અથવા રોજગાર વિનિમય કચેરી ખાતેથી વિના મુલ્યે મળી શકશે તેવું મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News