વાંકાનેરના નેશનલ હાઇવે રોડે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત
SHARE
વાંકાનેરના નેશનલ હાઇવે રોડે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત
વાંકાનેર નેશનલ હાઈવે ઉપરથી બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર રોંગ સાઈડમાં આવેલ એકટીવા ચાલકે બંધ ટ્રક પાસે તેનું એક્ટિવા ઊભું રાખતા સામેથી આવતા બાઈકની સાથે તેનો અકસ્માત થયો હતો અને તેમાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર થયો હોવાથી તેનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એકટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા લાધાભાઈ ઉર્ફે લધુભાઇ રત્નાભાઇ સતવાણી જાતે કોળી (૬૦) નો દીકરો રણછોડભાઈ (૩૨) બાઈક નંબર જીજે ૩૬ કે ૧૧૯૫ લઈને વાંકાનેર શહેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર મુબીન ઓટોની સામેથી પોતાની સાઇડમાં પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે સામેના ભાગેથી રોંગ સાઈડમાં આવેલ એક્ટિવા નંબર જીજે ૩૬ એચ ૫૨૧૯ ના ચાલકે તેનું વાહન બેફિકરાયથી ચલાવીને બંધ પડેલા ટ્રક પાસે ઊભું રાખતા સામેથી આવી રહેલ રણછોડભાઈના બાઈક સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રણછોડભાઈને માથામાં પાછળના ભાગે તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એકટીવા ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
હાર્ટ એટેકથી મોત
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામની સીમમાં દેવશીભાઈ વાલજીભાઈ માલકીયાની વાડીએ તેઓના પત્ની મંજુબેન (૫૮) ને હાર્ટ એટેક આવી જતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે