મોરબીના લાતી પ્લોટના કારખાનામાંથી ઘડિયાળના ૮૦૦૦ મુમેન્ટની ચોરી કરનાર વધુ એક શખ્સની ધરપકડ
મોરબીના વજેપરમાં મસ્તી કરતા ઇસમને ના પાડતા જ્ઞાતિપ્રત્યે હડધૂત કરનાર બે પકડાયા
SHARE









મોરબીના વજેપરમાં મસ્તી કરતા ઇસમને ના પાડતા જ્ઞાતિપ્રત્યે હડધૂત કરનાર બે પકડાયા
મોરબીના જેલચોક સામે વાલ્મીકીવાસ વિસ્તારમાં રહેતો યુવાન વજેપર પ્રા.શાળા પાસેથી જતો હતો ત્યારે તેની બે ઈસમો દ્વારા મસ્તી કરવામાં આવતી હોય મસ્તી કરવાની ના પાડી હતી ત્યારે સામેવાળા બે ઇસમોએ ઉશ્કેરાઇ જઇને છરી વડે યુવાનના ડાબા હાથના ભાગે સામાન્ય ઇજા કરી હતી અને પ્લાસ્ટીકના પાઇપ વડે મૂઢ માર મારીને જાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ બે હુમલાખોરોની ધરપકડ કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
