માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં જુગારની ચાર રેડ : ૧૫ જુગારી ૨.૫૮ લાખની મતા સાથે પકડાયા


SHARE

















મોરબી-હળવદમાં જુગારની ચાર રેડ : ૧૫ જુગારી ૨.૫૮ લાખની મતા સાથે પકડાયા

મોરબી અને હળવદના જુદા જુદા વિસ્તારોમાં મોરબી પોલીસે જુગારની ચાર રેડ કરી હતી જ્યાંથી જુગાર રમતા કુલ ૧૫ ઈસમો રૂા.૨,૫૭,૭૫૦ ની રોકડ સાથે પકડાતા તેમના વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુના દાખલ કરાયા છે.

સાદુળકા જુગાર 

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાની મજુરની ઓરડીમાં જુગાર રમતા હોવાની હક્કિત તાલુકા પોલીસ સ્ટીફને મળી હતી જેના આધારે ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે કારખાનેદાર કમલેશભાઇ કરશનભાઇ પટેલ જાતે પટેલ (ઉ.વ.૪૬) રહે.નરસંગ સોસાયટી રવાપર રોડ તેમજ રોહીતભાઇ મગનભાઇ કાલરીયા જાતે પટેલ (ઉ.વ.૪૭) રહે.ઝરમર પેલેસ ઉમા ટાઉનશીપ અને ગુણવંતભાઇ નારણભાઇ આદ્રોજા જાતે પટેલ (ઉ.વ.૫૩) રહે.શિવપાર્ક સોસાયટી કેનાલ રોડ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી મોરબી તાલુકા પોલીસે અધધ રોકડા રૂા.,૧૪,૩૦૦ કબ્જે કરીને ત્રણેય સામે જુગારધારાની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ હતી.

ઉમીયાનગર જુગાર 

મોરબીના રવાપર-ધુનડા રોડ ઉમીયાનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દિપભાઇ જયેશભાઇ વસીયાણી જાતે પટેલ (ઉ.વ.૨૦) રહે.પવનસુત એપા.ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર રોડ, ચિરાગભાઇ ભગવાનજીભાઇ કલોલા જાતે પટેલ (ઉ.વ.૨૭) રહે.હરીદર્શન એપા. ઉમીયા સોસાયટી રવાપર-ઘુનડા રોડ, ભાવીકભાઇ ઉર્ફે લાલો ચંદુભાઇ ઓધવીયા જાતે પટેલ (ઉ.વ.૩૦) રહે.ચિત્રકુટ સોસાયટી ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર અને કેતનભાઇ ઉર્ફે ભાવુ ભવાનભાઇ લોરીયા જાતે પટેલ (ઉ.વ.૨૬) રહે.શુભમ એપા.શ્યામપાર્ક રવાપર-ધુનડા રોડ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ચારેયને રોકડા રૂા.૨૦,૭૫૦ સાથે પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

સુંદરીભવાની જુગાર

હળવદ તાલુકાનાં સુંદરીભવાની ગામે સુંદરીભવાની મંદિરની પાછળ સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હોય હળવદ પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મળી આવેલા લાલજીભાઇ ગેલાભાઇ ખરગીયા જાતે ભરવાડ (ઉ.વ.૨૯), જયપાલભાઇ ગોરધનભાઇ સરવૈયા જાતે કોળી (ઉ.વ.૨૨), ગોપાલભાઇ મોતીભાઇ ધ્રાંગીયા જાતે ભરવાડ (ઉ.વ ૩૫), રણછોડભાઇ ઝાલાભાઇ ડાભી જાતે ભરવાડ (ઉ.વ.૨૫) અને ગોપાલભાઇ રતીલાલ મારૂ જાતે લુહાર રહે.બધા સુંદરીભવાની તા.હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલિસે તમામની રોકડા રૂા.૧૨,૧૦૦ સાથે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

લીલાપર રોડ જુગાર

મોરબીના લીલાપર રોડ ઉપર જય ભારત ટાઇલ્સ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમી રહેલા કિશન પ્રતાપ સંઘાર રાજપુત (૨૧) રહે.ચિત્રોડ રાપર(કચ્છ), હરદેવ ગોપાલ વઢળુકીયા કોળી (૨૫) રહે.હોથીપીરની દરગાહ પાસે લીલાપર રોડ મોરબી અને મનસુખ અમરસી બાવળીયા કોળી (૪૦) રહે.હોથીપીરની દરગાહ પાસે લીલાપર રોડ મોરબીની રોકડા રૂા.૧૦,૬૦૦ સાથે ધરપકડો કરી તેમના વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

આમ,મોરબી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં બે રેડમાં સાત જુગારી, મોરબી તાલુકા પોલીસની રેડમાં ત્રણ જુગારી અને હળવદ પોલીસે કરેલ રેડમાં પાંચ જુગારી એમ કુલ ૧૫ જુગારીઓ જુગાર રમતા પકડાયા હોય રોકડા ૨.૫૮ લાખની મતા સાથે તમામની ધરપકડ કરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે તમામને રાતોરાત જામીન મુક્ત કરી દેવાયા હતા તેમજ રોકડ સિવાય કંઇ જપ્ત કરાયેલ નથી..!?

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News