મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફીમાં પસંદગીમોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફીમાં પસંદગી


SHARE









મોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફીમાં પસંદગી

મોરબી ડીસ્ટ્રીકટ એસોના માનવ અઘારાની અન્ડર ૧૯ વિનોદ માંકડ ટ્રોફી રમવા માટે પસંદગી કરવામાં આવી છે જેથી તે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની સ્ટેટ ટીમ તરફથી રમવા માટે જવાનો છે અત્રે ઉલેખનીય છે કે, માનવ અઘારા મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોનો અન્ડર ૧૯ ટીમનો વિકેટ કીપર અને બેટ્સમેન છે હાલમાં તે સૌરાષ્ટ્રની ટીમ સાથે જોઈન થયો છે અને સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે

માનવ અઘારા અંગે એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના કોચ અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાનીએ જણાવ્યું હતું કે આ વર્ષે માનવ જી-૧ ટુર્નામેન્ટમાં પણ સૌરાષ્ટ્ર તરફથી રમ્યો હતો અને હવે વિનોદ માંકડ ટ્રોફી જેનું બીસીસીઆઈ આયોજન કરે છે તેમાં રમવા માટે જવાનો છે માનવ એક નેચરલ બેટ્સમેન અને ખુબ સારો વિકેટ કીપર છે છેલ્લા ઘણા સમયથી માનવ ૮ થી ૧૦ કલાક પ્રેક્ટીસ કરી રહ્યો છે ભારતની ક્રિકેટ ટીમમાં રમવા માંગતા ખેલાડીને ખુબ જ પ્રેક્ટીસ અને સમર્પણની ભાવના હોવી જોઈએ સાથે જ પરિવારનો સહયોગ પણ જરૂરી હોય છે કોઈ પણ તહેવાર કે મોજ મસ્તીને ૧૦ વર્ષ માટે ભૂલી જવી પડે છે તો જ ક્રિકેટ ક્ષેત્રમાં કરિયર બનાવી સકાય છે  કોચ નિશાંત જાની જણાવે છે કે ક્રિકેટમાં ખેલાડીઓ પુરતી મહેનત નથી કરતા અને બહાના બનાવતા રહે છે જેને સાઈડ પર મુકીને તનતોડ મહેનત કરીને માત્ર ક્રિકેટ પર ધ્યાન આપીએ તો ૧૦ વર્ષે પરિણામ મેળવી સકાય મોરબી ડીસ્ટ્રીકટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ ખેલાડીને શુભકામનાઓ પાઠવી છે




Latest News