મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં મંડપ સર્વિસના ગોડાઉનમાંથી ૧.૬૭ લાખના મુદામાલની ચોરી


SHARE









મોરબીના લાતી પ્લોટમાં મંડપ સર્વિસના ગોડાઉનમાંથી ૧.૬૭ લાખના મુદામાલની ચોરી

મોરબીમા સોના, ચાંદી, રોકડા રકમ, ખાદ્ય સામગ્રી અને કપડાં વગેરેની ચોરીની ઘટનાઓ તો અગાઉ અનેક વખત સામે આવી છે દરમિયાન મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનને તસ્કરે નિશાન બનાવ્યું છે અને ગોડાઉનમાંથી મંડપ સર્વિસના કામમાં ઉપયોગમાં લેવામાં આવતી અલગ અલગ ૧,૬૭,૭૫૦ રૂપિયાની કિંમતની ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા આધેડે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલની સામે વેલકમ પ્રાઈઝ-સી બ્લોક નંબર ૫૦૨ માં રહેતા પ્રવીણભાઈ હંસરાજભાઈ રંગપરિયા જાતે પટેલ (ઉંમર ૪૯) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેનું શિવ મંડપ સર્વિસનું ગોડાઉન લાતી પ્લોટ શેરી નં-૨ માં આવેલ છે આ ગોડાઉનના તાળા તોડીને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ૨૭/૯ ના રાત્રીના સાડા આઠ વાગ્યાથી લઈને ૨૮/૯ ના રાત્રીના એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે ગોડાઉનમાં પ્રવેશ કરીને ગોડાઉનમાં પડેલ મંડપ સર્વિસમાં ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી વસ્તુઓમાંથી ૧૬૭૭૫૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદને આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News