મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ સંકુલની ટીમ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને વિજેતા


SHARE









મોરબી નવયુગ સંકુલની ટીમ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને વિજેતા

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયામ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે પ્રથમ શાખા સ્તરે અને ત્યારબાદ પ્રાંત સ્તરે યોજવામાં આવે છે. મોરબી શાખામાં વિજેતા થયેલ નવયુગ સંકુલની ટીમે આત્મીય કોલેજ રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં મોરબીનું પ્રતિનીધીત્વ કરેલ હતું અને અલગ-અલગ શાખાઓમાંથી ટોટલ ૨૦ જેટલી ટીમ અને અંદાજે ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં નવયુગ સંકુલની ટીમએ દ્વિતીય સ્થાને વિજેતા થઈને મોરબીને ગૌરવ અપાવ્યું છે. ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનાં સંયોજક ધ્રુમિલભાઈ આડેસરા, સહસંયોજક હિંમતભાઈ મારવણીયા તેમજ સંગઠન મંત્રી દિલીપભાઈ પરમારએ સ્પર્ધામાં હાજર રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. નવયુગ સંકુલની ટીમનાં સંગીત શિક્ષક તુષારભાઈ પૈજાએ બાળકોને સ્પર્ધા માટે તૈયાર કરવા માટે ભારે જહેમત ઉઠાવેલી હતી




Latest News