મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોડાઉનમાંથી ૧.૬૭ લાખના મુદામાલની ચોરીના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ: એકની  શોધખોળ


SHARE









મોરબીમાં ગોડાઉનમાંથી ૧.૬૭ લાખના મુદામાલની ચોરીના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ: એકની  શોધખોળ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ગોડાઉનમાંથી મંડપ સર્વિસના કામમાં ઉપયોગમાં લેવામાં આવતી અલગ અલગ ૧,૬૭,૭૫૦ રૂપિયાની કિંમતની ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ચોરી કરનાર તેમજ ચોરાઉ માલ લેનાર સહિત પાંચ આરોપીઓને પકડવામાં આવેલ છે અને હજુ આ ગુનામાં એક આરોપીને પકડવાનો બાકી છે

 મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલની સામે વેલકમ પ્રાઈઝ-સી બ્લોક નંબર ૫૦૨ માં રહેતા પ્રવીણભાઈ હંસરાજભાઈ રંગપરિયા જાતે પટેલ (ઉંમર ૪૯) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, તેનું શિવ મંડપ સર્વિસનું ગોડાઉન લાતી પ્લોટ શેરી નં-૨ માં આવેલ છે આ ગોડાઉનના તાળા તોડીને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ૨૭/૯ ના રાત્રીના સાડા આઠ વાગ્યાથી લઈને ૨૮/૯ ના રાત્રીના એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે ગોડાઉનમાં પ્રવેશ કરીને ગોડાઉનમાં પડેલ મંડપ સર્વિસમાં ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી વસ્તુઓમાંથી ૧૬૭૭૫૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ફરિયાદને આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

દરમ્યાન એ ડિવિઝનના પીઆઈ એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.પી. રાના અને ડી સ્ટાફની ટીમ દ્વારા આ ગુનામાં હિતેશ દિલીપ પાટડીયા જાતે કોળી (૧૯) રહે. કબીર ટેકરી શેરી નં-૪, આકાશ મનોજભાઈ હામેણીયા જાતે દેવીપુજક (૨૫) રહે. નીલકમલ સોસાયટી નજીક લીલાપર રોડ મોરબી મૂળ આમરણ, અજય સવજી કુંઢીયા જાતે દેવીપુજક (૧૯) રહે. માળિયા ફાટક પાસે ઉમા ટાઉનશીપના ગેટ નજીક મૂળ દ્વારકાધીશ જીન પાસે ટંકારા, હજી મુસાભાઈ કુરેશી જાતે મુસ્લિમ (૩૦) રહે. કબીર ટેકરી શેરી નં-૩ અને આસિફ હમીદભાઈ શેખ જાતે સિપાઈ (૧૮) રહે માળિયા ફાટક પાસે કાંતિનગર મોરબી વાળાની ધરપકડ ધરપકડ કરવામાં આવેલ છે

વધુમાં મળતી માહિતી મુજબ આકાશ મનોજભાઈ હામેણીયાની રિક્ષા લઈને હિતેશ દિલીપ પાટડીયા, અજય સવજી કુંઢીયા અને આસિફ હમીદભાઈ શેખ ગોડાઉનમાં માલની ચોરી કરવા માટે ગયા હતા અને ચોરી કરેલ માલ હોવાની જાણ હતી તો પણ ભંગારનો ધંધો કરતાં હજી મુસાભાઈ કુરેશીએ તેની પાસેથી ચોરાઉ માલ લીધો હતો જેથી કરીને પોલીસે આ ગુનામાં કુલ મળીને પાંચ આરોપીને પકડેલ છે અને હજુ એક આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલુ છે




Latest News