મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના સરતાનપર રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ પર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા વિપુલ ધનજીભાઈ ધંધુકિયા (૨૫) રહે.ખોડીયાર નગર નેસડી રોડ સાવરકુંડલા વાળાને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હાલ રાજકોટ ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવતા ખુલ્યું હતું કે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં વિપુલને ઇજાઓ પહોંચી હોય તેને રાજકોટ ખસેડાયો છે. જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર મનીષ કાંટા પાસે બન્યો હતો જેમાં બાઈકમાં જઈ રહેલા પિતા પુત્રને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.જાણવા મળતી વિગત મુજબ મોરબીના ઘુંટું રોડ ઉપર આવેલા સિરામિક યુનીટના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા છગનભાઈ નંદરામભાઇ વર્મા (૪૨) અને તેમનો પુત્ર વિકાસ છગનભાઈ (૧૩) બંને બાઈકમાં જતા હતા ત્યારે જેતપર રોડ ઉપર મનીષ કાંટા પાસે બાઈકમાં અકસ્માત થવાથી બંનેને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં નરભેરામભાઈ ઘોડાસરાની વાડીએ ઝેરી દવા પી જતા કાળીબેન વિનોદભાઈ મુળસીંગ નિસેતા નામની ૩૦ વર્ષીય પરપ્રાંતીય મજૂર મહિલાને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે બોરીચાવાસ વિસ્તારમાં રહેતા દેવાણંદ રણમલભાઈ કુંભારવાડીયા નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર કુબેર સોસાયટીના નાલા પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે અત્રેમી આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના નવલખી ફાટક પાસે લાયન્સનગર વિસ્તારમાં રહેતા ભગવતીબેન જેઠાભાઈ કોટક નામના ૫૮ વર્ષીય આધેડ મહિલા વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ ગયા હતા જેથી કરીને તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેથી બીટ વિસ્તારના જમાદાર હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News