મોરબીમાં સામાકાંઠે સોસાયટીના માર્ગ પર દબાણ હટાવવાની સ્થાનીક લોકોની માંગ
SHARE









મોરબીમાં સામાકાંઠે સોસાયટીના માર્ગ પર દબાણ હટાવવાની સ્થાનીક લોકોની માંગ
મોરબીના સામાકાંઠ વિસ્તારમાં વિધુતનગર સોસાયટીના લોકો દ્વારા ગઇકાલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સોસાયટીમાં જવાનો રસ્તો સર્કિટ હાઉસ સામેથી છે ત્યાં સર્વિસ રોડ પણ નીકળે છે જો કે, અમુક સ્થાનિક શખ્સોએ ગેરકાયદે કાચા પાકા દબાણો કરી દુકાનો અને મકાનો બનાવી લીધા છે અને તેને ભાડે આપીને ભાડું ઉઘરાવે છે. આટલું જ નહીં ત્યાં આવારા તત્વોનો અડ્ડો જામે છે તેમજ દેશી દારૂના અડ્ડા પણ ચાલતા હોય છે જેથી કરીને બહેનો અને દીકરીઓને ત્યાંથી નીકળવું મુશ્કેલ બને છે ત્યારે આ દબાણોને દૂર કરવાની માંગ કરેલ છે અને જો દબાનોને દૂર નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
