મોરબીમાં સામાકાંઠે સોસાયટીના માર્ગ પર દબાણ હટાવવાની સ્થાનીક લોકોની માંગ
મોરબીમાં રોજગારી માટે આવેલ ઝારખંડના યુવાનનું અકસ્માતે ઇજા બાદ સારવારમાં મોત
SHARE









મોરબીમાં રોજગારી માટે આવેલ ઝારખંડના યુવાનનું અકસ્માતે ઇજા બાદ સારવારમાં મોત
મોરબીથી વાંકાનેર ને.હા. રોડ ઉપર સરતાનપર ચોકડી પાસેથી રાજકોટના આધેડ પોતાની ટાટા સુમો ગાડી લઈને જતાં હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી તેનો ટ્રક ચલાવીને તેઓની ગાડી સાથે અને એક ઝારખંડના યુવાન સાથે અથડાવ્યો હતો જેથી કરીને યુવાનને ઇજાઓ થઈ હતી જેનું સારવારમાં મોત થયું છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોધાતા પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં સરતાનપર ચોકડી પાસે રાઇન મજૂર કામ કરતો યુવાન અર્જુન વિક્રમભાઇ આડાઈન (૧૯) તેના વતનમાથી રોજગારી માટે મોરબી આવ્યો હતો ત્યારે બસમાં ઉતારીને કારખાને જવા માટે રોડ ક્રોસ કરતાં સમયે અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયો હતો જેથી તેને મોરબીની સમર્પણ હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાથી તેને રાજકોટ ખસેડાયો હતો જોકે, સારવારમાં આ યુવાનનું મોત નીપજયું છે આ બનાવ બાદ વાહન ચાલકે વીજ કંપનીની વિજિલન્સ ટીમની ટાટા સુમોને હડફેટે લીધી હતી જે અંગે રાજકોટના જામનગર રોડ ઉપર શીતલ પાર્ક શેરી નં. ૦૪ માં બંસી વાલા મકાનમાં રહેતા રાજેશભાઇ દામજીભાઇ ચોલેરા જાતે લોહાણા ઉ.વ.૫૫ એ ટ્રક નં. આર.જે. 32 જીસી ૦૮૨૮ ના ચાલક વિક્રમસીંગ શ્રીપ્રુથ્વીસીંગ ગુજ્જર રહે. કેશવાના રાજપુત (રાજસ્થાન) વાળાની સામે ફરિયાદ નોંધવી હતી જે ગુનામાં તપાસ અધિકારી એ.એલ.પરમારે ટ્રક ચાલક વિક્રમસીંગ શ્રીપ્રુથ્વીસીંગ ગુજ્જર (૩૬) ની ધરપકડ કરેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
