મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના રણમાલપુરમાં યુવાન ઉપર હુમલો કરનારા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE









હળવદના રણમાલપુરમાં યુવાન ઉપર હુમલો કરનારા ત્રણ શખ્સોની ધરપકડ

હળવદ તાલુકા રણમાલપુર ગામે રહેતા યુવાનની સાથે અગાઉ નવરાત્રીમા બોલાચાલી થયેલ હતી જેનુ મનદુ:ખ રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને પત્થર અને છરી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા રણમાલપુર ગામે રહેતા અરવીંદભાઇ ટપુભાઇ વરમોરા જાતે પટેલ (૪૦)એ હાલમાં ગોપાલભાઇ કેશભાઇ કોળી રહે. મંગળપુર, બળદેવભાઇ ગોવાભાઇ કોળી રહે. કોપરણી અને ભુરાભાઇ ગુગાભાઇ કોળી રહે. મંગળપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આ કામના આરોપીઓ સાથે અગાઉ નવરાત્રીમા બોલાચાલી થયેલ હતી જેનુ મનદુ:ખ રાખીને આરોપીઓએ તેને રણમલપુર ગામે ત્રણ રસ્તા પાસે પાઉભાજીની લારી પાસે તેને ગાળો આપી હતી અને આરોપી ગોપાલભાઇ કેશભાઇ કોળીએ તેને માથાના ભાગે પથ્થર મારી ઇજા કરી તેમજ આરોપી બળદેવભાઇ ગોવાભાઇ કોળીએ છરી મારવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્રણેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી નાસી ગયા હતા જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને ગઇકાલે રત્ન સાડા નવ વાગ્યાના અરસામાં ત્રણેય આરોપીને અટક કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News