મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જુગાર રમતા પાલિકાના માજી ઉપપ્રમુખ સહિત ચાર ઝડપાયા


SHARE







વાંકાનેરમાં જુગાર રમતા પાલિકાના માજી ઉપપ્રમુખ સહિત ચાર ઝડપાયા

વાંકાનેર શહેરમાં આવેલ ગાભા વાળી શેરીમાં મચ્છુ નદીના કાંઠે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી વાંકાનેર નગરપાલિકાના માજી ઉપપ્રમુખ સહિત ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧,૦૩૦ ની રોકડ કબજે કરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી પોલીસના યશપાલસિંહ ભવાનસિંહ પરમારને ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર સીટી સ્ટેશન પાસે ગાભા વાળી શેરીમા મચ્છુ નદીના કાંઠે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમે છે જેથી ત્યાં રેડ કરતા તે જગ્યાએ જુગાર રમતા કુલ ૪ ઈસમોને પકડી પાડેલ પકડાયેલ હતા જેમા રમતભાઈ કરીમભાઈ ચૌહાણ જાતે-ખાટકી ૬૬ રહે.વાંકાનેર લક્ષ્મીપરા મેઈનરોડ, ફારૂકભાઇ હાસમભાઇ માંડલીયા જાતે કુરેશી ૩૨ રહે. લક્ષ્મીપરા શેરી નં-૨, અબાસભાઇ વલીમામદભાઇ પીલુડીયા જાતે પીંજાશ ૬૦ રહે. જવાસારોડ અને પાલિકાના માજી ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા જાતે દરબાર ૫૬ રહે. રહે. અમરનાથ સોસાયટી શેરી નં-૩ વાંકાનેર વાળાની પોલીસે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા રૂપીયા ૧૧,૦૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે






Latest News