મોરબીમાં બે સ્થળોએ જુગારની રેડ : એક મહિલા સહિત જુગાર રમતા સોળની ધરપકડ
મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે પ્રેકટીકલ જ્ઞાન મેળવવા પહોચ્યા
SHARE









મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે પ્રેકટીકલ જ્ઞાન મેળવવા પહોચ્યા
વૈશ્વિક જરુરિયાત મુજબ નાના શહેરમાંથી આવતા વિદ્યાર્થીઓને મેટ્રો શહેરથી પણ ચડિયાતું શિક્ષણ આપી ઘડતર કરવું મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારે પુસ્તકના નોલેજની સાથે સાથે ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે, ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સારા બિઝનેસમેન બની શકે અને ભવિષ્યમાં સારી પ્રગતિ કરી શકે એ હેતુસર નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને RK યુનિવર્સિટી- રાજકોટ તથા ગોપાલ નમકીન- રાજકોટની બીઝનેસ વિઝિટ કરાવવામાં આવી હતું ત્યારે RK યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ભવિષ્યમાં ધોરણ ૧૨ પછી કયા કોર્સમાં જઈ સારી નોકરીની અને બિઝનેસની તક મેળવવી તેના વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગોપાલ નમકીનના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિથી માહિતગાર કરાવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી આ તકે નીલકંઠ કોમર્સ સ્કૂલના સંચાલક જીતુભાઈ વડસોલા સહિતના સંસ્થાના કર્મચારીઓ સાથે રહયા હતા
