મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ભાજપની ગૌરવ યાત્રાને પ્રજા ૨૦૨૨ માં આખરી યાત્રા કરી નાખશે: રમેશભાઈ રબારી 


SHARE









ભાજપની ગૌરવ યાત્રાને પ્રજા ૨૦૨૨ માં આખરી યાત્રા કરી નાખશે: રમેશભાઈ રબારી 

ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાના હેતુથી ફરી ભાજપ એક નાટક ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતી સાણી અને સમજુ પ્રજા ભાજપને પૂછવા માંગે છે કે, તમે તમે સાનો ગૌરવ લઈને ગૌરવ યાત્રા કાઢી રહ્યા છો ? ગુજરાતમાં અને દેશમાં મોંઘવારી માજા મૂકી છે શું તેનું ગૌરવ લઈને યાત્રા કાઢો છો ? યુવાનો બેરોજગાર થઈને રખડી રહ્યા છે તેનું ગૌરવ લઈને યાત્રા કાઢો છો ? મોંઘા બિયારણો મોંઘા ડીઝલના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેના કારણે ગૌરવ લેવા નીકળ્યા છો? યુવાનોના પરીક્ષાના પેપર લીક થાય છે તેનું  ગૌરવ લેવાની યાત્રા છે ? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગયેલ છે તેનું ગૌરવ લેવાની  યાત્રા છે ?

ગુજરાતમાં મહિલાઓની સલામતી નથી તેનું ગૌરવ લેવાની યાત્રા છે? દેશનું અર્થતંત્ર  પાડી ભાંગ્યું છે તેનું ગૌરવ લેવાની યાત્રા છે ? લોકતંત્રની સરેઆમ હત્યા થઈ રહેલ છે તેનું શું ગૌરવ લઈ રહ્યા છો? કોરોના સમયમાં દવાખાનાઓમાં દર્દીઓ દાખલ કરી શકતા ઓક્સિજન પૂરું પાડી નહોતા શકતા ઇન્જેક્શન પૂરા પાડી ન શકતા તેનું ગૌરવ લેવાની યાત્રા છે ? ચૂંટણી આવતા પ્રજાને ગુમરાહ  કરવા ગૌરવ યાત્રા લઈને નીકળી ગયા છો ? ત્યારે થોડી તો  શરમ કરો કે તમે પ્રજાના માટે શું સારા કામો કર્યા કે તમે ગૌરવ યાત્રા કાઢો છો તમારે તો ગુજરાતની પ્રજાની માફી યાત્રા કાઢવી જોઈએ કે તમે પ્રજાને મોંઘવારીના ખપ્પરમાંથી બહાર કાઢી નથી શક્યા તમે યુવાનોને રોજગાર પણ આપી શક્યા નથી તમે સ્પર્ધાત્મક પરીક્ષાના નામે કરોડો રૂપિયા ભેગા કરી પરીક્ષાના નાટકો તમારા આશીર્વાદથી જ પરીક્ષાના પેપરો ફોડવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવી પડે છે તે પરેશાનીમાંથી બહાર નથી લાવી શક્યા ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપેલું પણ તે વચન પણ પૂરું કરી શક્યા નથી ત્યારે તમને શરમ થવી જોઈએ કે આવી યાત્રાઓ કાઢી પ્રજાના ટેક્સના પૈસાનો  ગેરઉપયોગ કરી તમારી વાહ ભાઈ કરાવો છો અને વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં પ્રજા ભાજપને ઘર ભેગી કરી દેશે તેમાં કોઈ શંકા નથી તેમ ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીની પ્રેસ યાદી જણાવ્યુ છે 




Latest News