વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બોલેરોના ચાલકે પગપાળા રોડ ક્રોસ કરતાં વૃદ્ધને હડફેટે લઈને મોત નીપજવ્યું


SHARE









વાંકાનેર નજીક બોલેરોના ચાલકે પગપાળા રોડ ક્રોસ કરતાં વૃદ્ધને હડફેટે લઈને મોત નીપજવ્યું

વાંકાનેર શહેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર યક્ષપુરુષનગરના બોર્ડ પાસેથી પગપાળા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને બોલેરો કારના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને તેઓને માથા અને હાથના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને બોલેરો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાશી ગયો હતો જેથી હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ બોલેરોના ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા મહેશભાઈ દાનાભાઈ રાઠોડ (૨૮) એ બોલેરો ગાડી નંબર જીજે ૧૩ એટી ૭૩૨૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા વાંકાનેર શહેરથી વાકાનેર વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા રસ્તા ઉપર આવતા યક્ષપુરુષનગરના બોર્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે બેફિકરાઈથી પોતાની ગાડી ચલાવીને પગપાળા રોડ ક્રોસ કરી રહેલા ફરિયાદીના પિતા દાનાભાઈ સોમાભાઈ રાઠોડ (૬૫) ને હડફેટે લીધા હતા જેથી તેઓને માથા અને હાથમાં ગંભીર ઇજા થયેલ હતી અને તેનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું અને બોલેરો ગાડીનો ચાલાક પોતાનું વાહન અકસ્માત સર્જીને સ્થળ ઉપર જ છોડીને નાસી ગયો હતો જેથી મૃત્યુ પામેલા વૃદ્ધના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News