મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂછ્યા


SHARE













મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂછ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પુલ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ખબર પૂછવા મંગળવારે મોરબી આવી પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમણે ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ પૂછ્યા હતા અને તેમની સારવાર વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘાયલ ૬ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  મહેશ દિનેશભાઈ ચાવડા (ઉ.૧૮), અશ્વિન અરજણભાઈ હડિયલ (ઉ.૩૬), રવિ કિશોરભાઈ પાટડિયા (ઉ.૩૦), સિદ્દીક મોહમ્મદ મોવાર (ઉ.૨૭), નઈમ નૌશાદ શેખ (ઉ.૧૮) તથા સવિતા અનિલભાઈ બારોટ (ઉ.૨૩) - આ તમામ દર્દીઓની હાલત સામાન્ય છે અને તેઓને ડૉક્ટરોના નિરીક્ષણમાં રખાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘાયલો સાથે વાત કરીને આપવીતી જાણી હતી. ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય અને તેમની ઉત્તમ સારવાર થાય તે જોવા વડાપ્રધાનએ સિવિલ હોસ્પિટલ સ્ટાફને ખાસ સૂચના આપી હતી. આ તકે તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. પી.કે. દૂધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા.








Latest News