મોરબીમાં બાર એસો. દ્વારા ઝૂલતા પૂલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા મૌન રેલી યોજાશે
મોરબીની નીલકંઠ સોસાયટીના ફ્લેટમાં યુવાને ભર્યું અંતિમ પગલું
SHARE
મોરબીની નીલકંઠ સોસાયટીના ફ્લેટમાં યુવાને ભર્યું અંતિમ પગલું
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં સાઈ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૪૦૧ માં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવાની કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના શ્રીરામનગર મોહલ્લા રાજગઢના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં સાઈ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૪૦૧ માં રહેતા વિક્રમભાઈ જલેસિંગ સુંડા જાતે જાટ (૨૦) એ પોતાના ફ્લેટની અંદર પોતાની જાતે પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે બાબતે હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
યુવાનનું મોત
મોરબી નજીકના સનાળા ગામે સુંદર પાર્કની પાછળના ભાગમાં રહેતા મેરૂભાઈ વેલજીભાઈ ચાવડા (૪૮) નામના યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ થતા તેના મૃતદેહને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરેલ અને આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ મોકલવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.