હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો
SHARE
હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો
હળવદ તાલુકાના ચરડવા ગામે ખેડૂતના ખેતરમાંથી નીકળેલ પાણી પાડોશી ખેડૂતના ખેતરમાં જતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ગાળો આપને સોરીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ ખેડૂત અને તેના ભાભીને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરડવા ગામે ગુરુકુળની પાછળના ભાગમાં રહેતા પ્રવીણભાઈ પ્રભુભાઈ સોનગ્રા જાતે દલવાડી (૩૫) એ હાલમાં ગોપાલભાઈ ઉકાભાઇ દલવાડી, ઉકાભાઇ ગંગારામભાઈ દલવાડી, કેશવજીભાઈ નરશીભાઈ દલવાડી અને મોતીલાલ નરશીભાઈ દલવાડી રહે. બધા ચરાડવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનું ખેતર આરોપી ગોપાલભાઈ ઉકાભાઇના ખેતરની બાજુમાં આવેલ છે અને તેના ખેતરનું પાણી આરોપી ગોપાલભાઈના ખેતરમાં જતા તેને સારું લાગ્યું ન હતું અને તે બાબતે આરોપીઓએ પ્રવીણભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કેશવજી નરશીભાઈ, ઉકાભાઇ ગંગારામભાઈ અને ગોપાલભાઈએ સોરીયા વડે પ્રવીણભાઈ તથા અનસોયાબેન ઉપર હુમલો કર્યો હતો અને તેઓને માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ અને તેના ભાભી અનસુયાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ પ્રવીણભાઈ સોનાગ્રાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.