હળવદમાં ફટાકડાના સ્ટોલ માટે ફાયરિંગ કરનારા પંકજ ગોઠી સહિત ત્રણની ધરપકડ
SHARE
હળવદમાં ફટાકડાના સ્ટોલ માટે ફાયરિંગ કરનારા પંકજ ગોઠી સહિત ત્રણની ધરપકડ
હળવદ સરા ચોકડી પાસે આવેલ સીનીયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને હળવદ પોલીસ સ્ટેશને રાયોટીંગ, મારામારી અને ફાયરીંગની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે ફાયરિંગ કરનાર સહીત ત્રણ આરોપીઓને પકડીને હળવદ પોલીસને હવાલે કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ અને ટીમ દ્વારા ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તજવીજ કરવામાં આવી રહી છે અને એલસીબીના પીએસઆઈ એન.એચ.ચુડાસમા તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડ તેમજ ટેકનીકલ સેલ કામગીરી કરે છે તેવામાં તા.૦૯/૧૦ ના રોજ હળવદ સરા ચોકડી નજીક આવેલ સીનીયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે બે ગૃપ વચ્ચે બોલાચાલી થતા આ બનાવ રાયોટીંગમાં પરીણમેલ બાદ ઉગ્રબોલાચાલી તેમજ મારામારી થતા એક જુથના માણસો પૈકી પંજક ગોઠીએ તેની પાસેના ગેરકાયદે હથિયાર વડે બે રાઉન્ડ ફાયરીંગ કરેલ હતા અને કુલ ૭ આરોપીઓ વિરૂધ્ધ હળવદમાં ગુનો નોંધાયો હતો જે ગુનામાં મુખ્ય આરોપી સહીત અન્ય કુલ ૫ આરોપીઓ પકડવાના બાકી હોય જે નાસતા ફરતા આરોપીઓ બાબતે રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, વિક્રમભાઇ કુગસીયા, દશરથસિંહ પરમારને ખાનગી રાહે હકિકત મળેલ કે, આ ગુનાના નાસતા ફરતા આરોપીઓ જામનગર જીલ્લાના જાંબુડા ગામે છે જેથી કરીને સ્ટાફના માસણોની એક ટીમને જાંબુડા ગામે મોકલતા ત્યાંથી આરોપી પંકજભાઇ ચમનભાઇ ગોઠી જાતે પટેલ ૨૬, ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો ચમનભાઇ ગોઠી જાતે પટેલ ૨૯ અને મેહુલભાઇ ઉર્ફે મેરો ઉર્ફે મેરીયો પ્રેમજીભાઇ કણઝારીયા જાતે દલવાડી ૨૦ રહે. ત્રણેય હળવદ વાળાને પકડવામાં આવેલ છે અને આરોપીઓને હાલમાં હળવદ પોલીસને સોંપવામાં આવેલ છે.