નર્મદાની માળીયા કેનાલમાં પાણીચોરી રોકી સીંચાઈનું પાણી આપવામાં ન આવે તો કાલથી આંદોલન
SHARE
નર્મદાની માળીયા કેનાલમાં પાણીચોરી રોકી સીંચાઈનું પાણી આપવામાં ન આવે તો કાલથી આંદોલન
મોરબી જીલ્લામાં નર્મદાની માળીયા કેનાલ આવે છે જો કે તેમાથી સિચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી કેમ કે, ઉપરના ભાગમાં પાણીચોરી કરી લેવામાં આવે છે અને પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે ત્યારે માળીયાના ખેડૂતોએ ગઇકાલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને નર્મદા કેનાલમાં પાણીચોરી રોકીને સિચાઈનું પાણી આપવાની માંગ કરી છે અને જો પાણી નહિ મળે તો તા ૨૮ થી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
મોરબી જિલ્લામાં ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતા નર્મદાની કેનલ સિવાય સિચાઈ માટેની બીજી કોઈ વ્યવસ્થા નથી તેવા માળીયા તાલુકામાં ખેડૂતોના ઉભા પાક સુકાઇ રહ્યાં છે. ત્યારે નર્મદા કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ સાથે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે જો કે, પાણી હજુ સુધી મળી રહ્યું નથી ત્યારે ખેડૂતો તેમજ આગેવાનોએ નર્મદાની માળીયા બ્રાન્ચમાં ઢાંકી સુધી તપાસ કરી હતી જેમાં મોટા પ્રમાણમા ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારમાં કેનાલમાંથી પાણીનો બગાડ કરવામાં આવતો હોવાની તેમજ પાણીચોરી કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી હતી જેથી આ મુદે યોગ્ય કાર્યવાહી કરીને માળીયાના ખેડૂતોને પાણી પહોચડવા માટે ગઇકાલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં નિગમના અધિકારી એસ.આર. પટેલ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને નર્મદા કેનાલમાં પાણીચોરી રોકીને સિચાઈનું પાણી આપવાની માંગ કરી છે અને જો પાણી નહિ મળે તો તા ૨૮ થી જુના ઘાંટીલા ગામે ખીજળા હનમાનજી મંદિર પાસે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે