મોરબીના રાજેશભાઈ પ્રભુભાઈ મારવાણીયા રહે.શકિત ટાઉનશીપ રવાપરની સ્કોર્પિઓ કાર થોડા સમય પહેલા ચોરી થઇ ગઇ હતી જોકે તે સ્કોર્પિઓ કારનો અકસ્માત થયો હોય અને અકસ્માતગ્રસ્ત સ્કોર્પિઓ કાર જેતે સમયે લાલપર નજીકથી અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી જેથી કરીને તે સમયે વાહન ચોરીના બે કેશમાં ડીટેકશન થઈ ગયું છે જો કે બંને વાહન ચોરીના બનાવોમાં વાહન ચોર પકડાયા ન હોય એ ડીવીઝન પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.દરમિયાન રાજકોટ ડીસીબી બ્રાન્ચ દ્વારા વાહન ચોરી કરતી આંતર રાજય ગેંગ પકડવામાં આવી હતી જે ગેંગના સાગરીતોએ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં વાહન ચોરી કરી હોવાનું ખુલ્યું હતું જે બનાવમાં બે આરોપીઓને પકડવામાં આવેલા છે બે પૈકીના એક ઇસમ એટલે કે પીરારામ લાડુરામ બીશ્નોઇ (૨૯) રહે.પાલડી સાંચોર ઝાલોદ રાજસ્થાન વાળો રાજેશભાઈ મારવાણીયાના વાહન ચોરીના બનાવમાં સંડોવાયેલો હોય તેનો કબ્જો લઈને તેની મોરબી સીટી એ ડિવિજન પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનામાં જ સંડોવાયેલા ઓમપ્રકાશ ખગારામને પણ પકડવાનો બાકી છે જે હાલ અન્ય જેલમાં હોય તેથી તેનો કબ્જો લેવાનો બાકી છે તેમજ આ બે આરોપીઓની સાથે વધુ એક તસ્કર બંસીલાલ નામનો ઇસમ પણ વાહન ચોરીમાં સંડોવાયેલો હોય તે હજુ સુધી પકડાયો જ નથી તેથી તેને પણ પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મારામારીમાં ત્રણને ઇજા
મોરબી તાલુકાના આમરણ (જીવાપર) ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગળાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં સુધાબેન જગદીશભાઈ નકુમ નામની ૨૫ વર્ષની મહિલાને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યારે મોરબી તાલુકાના જ મકનસર ગામે રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે બનેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી કાંતિભાઈ પ્રેમજીભાઇ પરમાર નામના યુવાનને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.તેમજ મોરબીના જુના મકનસર ગામે રેલ્વે સ્ટેશન પાસે બનેલ મારામારીના બનાવમાં ઘવાયેલા હરિભાઈ વીરજીભાઈ પરમાર નામના ૬૫ વર્ષીય વૃદ્ધને પણ ઇજાઓ થતા તેઓને પણ સારવારમાં મોરબી સિવિલે લઈ જવાયા હતા.