હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના ચૂંપણી ગામે વાડીએ ગળાફાંસો ખાઈને યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE







હળવદ તાલુકાના ચૂંપણી ગામે રહેતા યુવાને કોઈ કારણોસર વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચૂંપણી ગામે રહેતા વિનુભાઈ રત્નાભાઇ કોળી ઉંમર વર્ષ 40 વાડીએ હતા ત્યારે કોઈ કારણોસર તેને ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જુગાર

હળવદ તાલુકાના ટીકર ગામે કોળીવાસમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર અનવરભાઈ ઉર્ફે મુન્નો અહેમદભાઈ રાજા જાતે સંધિ ઉંમર વર્ષ 35 રહે ટીકર વાળોજ વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 1520 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News