વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની વિધાનસભાની ૩ બેઠક માટે ૧૮૧ ફોર્મ ઉપાડ્યા, ચાર ભરાયા: શુક્રવારે કાંતિભાઈ અમૃતિયા ફોર્મ ભરશે


SHARE









મોરબીની વિધાનસભાની ૩ બેઠક માટે ૧૮૧ ફોર્મ ઉપાડ્યા, ચાર ભરાયા: શુક્રવારે કાંતિભાઈ અમૃતિયા ફોર્મ ભરશે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે અને ત્રણ બેઠકો માટે રાષ્ટ્રીય પક્ષોમાંથી ઉમેદવારો ઉપરાંત અપક્ષ અને તેમજ અન્ય પક્ષમાંથી પણ ઉમેદવારો ઉમેદવારી નોંધાવતા હોય છે અત્યાર સુધીમાં આ ત્રણ બેઠકો માટે કુલ મળીને ૧૮૧ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે જે પૈકીના ચાર ફોર્મ ભરવામાં આવ્યા છે તેવી માહિતી હાલમાં અધિકારી પાસેથી જાણવા મળેલ છે

મોરબી જિલ્લામાં મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા આમ કુલ મળીને વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે અને આ ત્રણ બેઠકો માટે બંને રાષ્ટ્રીય પક્ષમાંથી ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે તે ઉપરાંત અન્ય પક્ષ અને અપક્ષમાંથી પણ ઘણા લોકો ઉમેદવારી કરતા હોય છે તેવી જ રીતે આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે પણ ઉમેદવારી પત્ર ભરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેના ભાગરૂપે મોરબી જિલ્લાની આ ત્રણ બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ મળીને ૧૮૧ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે જેમાં મોરબી માળિયા બેઠક માટે ૭૫, ટંકારા પડધરી માટે ૩૦ અને વાંકાનેર કુવાડવા માટે ૭૬ ફોર્મ જુદા જુદા આગેવાનો દ્વારા ઉપાડવામાં આવેલ છે તેવી માહિતી મળી રહી છે અને તે પૈકીના બે ઉમેદવારી પત્રો અત્યાર સુધીમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભરવામાં આવ્યા છે અને બે ઉમેદવારી પત્રો વાંકાનેર બેઠક માટે ભરવામાં આવેલ છે અને શુક્રવારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા તેઓનું ફોર્મ ભરવા માટે જવાના છે તેવી માહિતી સામે આવી રહી છે




Latest News