મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી)-મોરબી તાલુકામાંથી સગીરાના જુદાજુદા બે અપહરણ-દુષ્કર્મના ગુનામાં બે આરોપી પકડાયા.


SHARE









માળીયા (મી)-મોરબી તાલુકામાંથી સગીરાના જુદાજુદા બે અપહરણ-દુષ્કર્મના ગુનામાં બે આરોપી પકડાયા.

માળીયા (મી) પોલીસ સ્ટેશને તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સગીર વયની બાળાના અપહરણ અને દુષ્કર્મના જુદાજુદા બે ગુના નોંધાયેલ હતા જેમાં મોરબીના સીપીઆઇની ટીમે આરોપીને પકડીને સ્થાનિક પોલીસને હવાલે કરેલ છે. 

મોરબીના સીપીઆઇ એન.એ.વસાવાને મળેલ હકિકત આધારે માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૯૩ અને ૩૬૩, ૩૬૬ તથા પોક્સો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૧૮ મુજબના ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી તથા ભોગબનનારને લીંબડી ખાતેથી શોધી કાઢેલ છે અને આરોપી જયંતીભાઈ બાબુભાઇ સોલંકી જાતે અનુજાતિ (૨૫) રહે. કામલપુર તાલુકો પાટડી જીલ્લો સુરેન્દ્રનગર વાળાને પકડવામાં આવેલ છે અને માળીયા પોલીસને આગળની કાર્યવાહી માટે સોપવામાં આવેલ છે. 

આવી જ રીતે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે હકિકત આધારે ફુલીબેન ઠાકોર તથા બકલભાઇ કાસુન્દ્રા સાથે જઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ-૧૮ મુજબના નોંધાયેલ ગુનામાં સગીરવયની ફરિયાદીની દિકરીને જુની પીપળીથી ભગાડી અપહરણ કરી જનારા આરોપી ભાવેશ રાજુભાઇ રાવત રહે. મેન્દ્રા તાલુકો દેવગઢ બારીયા જીલ્લો દાહોદ વાળાને પકડી લીધેલ છે અને ભોગબનનાર પણ તેની સાથે જ આણંદ જીલ્લાના વરસડા ગામેથી મળી આવેલ હતી હાલમાં બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે

 




Latest News