હળવદમાં કાલે પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા
ઝુલતા પુલની ઘટનામાં પકડાયેલા આરોપીઓના વકીલે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફેકેલ ગુગલી પાલિકા-ઓરેવા ગ્રૂપને કરશે ક્લીન બોલ્ડ ?
SHARE
ઝુલતા પુલની ઘટનામાં પકડાયેલા આરોપીઓના વકીલે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફેકેલ ગુગલી પાલિકા-ઓરેવા ગ્રૂપને કરશે ક્લીન બોલ્ડ ?
મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની ગંભીરતાથી સુપ્રીમ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે અને હાઇકોર્ટમાં પણ સુઓમોટો અને પીએલઆઇની હાલમાં સુનાવણીઓ ચાલી રહી છે દરમિયાન આ ઘટના સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધેલ ફરિયાદના કામે પકડવામાં આવેલા નવ આરોપીઓ પૈકી આઠ આરોપીઓએ પોતાના જામીન માટે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી મૂકી હતી અને ત્યારે આરોપીઓના વકીલ દ્વારા જે દલીલ કરવામાં અને કોર્ટમાં જે ગુગલી ફેંકવામાં આવેલ છે તે પાલિકા અને ઓરેવા ગ્રૂપને ક્લીન બોલ્ડ કરશે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

મોરબીમાં ઝુલતા તૂટી પડવાની દુર્ઘટનામાં પકડાયેલા નવ પૈકીના આઠ આરોપીઓને જામીન માટેની અરજીની ગઈકાલે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી કરી હતી અને આ સુનાવણી દરમિયાન આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલમાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવી હતી જેમાં ખાસ કરીને આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપ સાથે જે કરાર કરવામાં આવ્યો તે કરારમાં કંપનીનું નામ સ્પષ્ટપણે લખેલું છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા કંપનીને જવાબદાર વ્યક્તિએ સહી કરેલ છે. આ જે ડોક્યુમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે હોવા છતાં પણ કાયદાના નિષ્ણાંત પોલીસ અધિકારીઓ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદની અંદર પાલિકા કે ઓરેવા ગ્રૂપનું નામ કેમ લખવામાં આવ્યું નથી ? અને તેમના અસીલની હાલમાં પોલીસે ઝુલતાપુલ તૂટી પાડવાની દુર્ઘટના સંદર્ભે ધરપકડ કરેલ છે જો કે, તેઓના ફરિયાદમાં કોઈ જગ્યાએ સીધી રીતે નામ લખવામાં આવ્યા નથી અને તે કંપનીના કર્મચારી હોય ખાનગી કંપનીમાંથી તેઓને જે કામગીરી સોંપવામાં આવતી હોય તે કામગીરી તે કરતા હોય છે તેવી દલીલ કરવામાં આવી હતી જેથી આરોપીના બચાવ માટે તેના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ ભવિષ્યમાં પાલિકા અને ઓરેવા ગ્રુપની જવાબદારી ફિક્સ કરે તો નવાઈ નથી

ગઈકાલે જ સુનવણી કરવામાં આવી હતી તેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી અને ખાસ કરીને દીપકભાઈ પારેખ મેનેજર તરીકેની અજંતા મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાયેલા હતા અને કંપની તરફથી સોંપવામાં આવેલ કામ તે કરતાં હતા જોકે જુલતો પુલ ચાલુ કરવામાં આવ્યો ત્યારથી ત્યાં ટિકિટ આપવા માટે જુદી જુદી બે બારીઓ ઉપર બેસતા કર્મચારીઓને દૈનિક કેટલી ટિકિટો આપવી ? કેટલા લોકોને પુલ ઉપર જવા દેવા ? બંને બાજુ જે ટિકિટનું વિતરણ થતું હતું તેમાં કેટલી ટિકિટો દેવાય છે તેની જાણકારી આપી શકાય તે માટે વોકીટોકી જેવી કોઈ સુવિધા ન હતી ? અને નોન સ્ટોપ ઝૂલતા પુલ ઉપર લોકોને જવા દેવા માટે થઈને ટિકિટો ઇસ્યુ કરવામાં આવી અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હોય તેવી માહિતી હાલમાં સામે આવી રહી છે જોકે બિન અનુભવી સ્ટાફને જુલતા પુલ ઉપર ઝુલતા પુલનું મેનેજમેન્ટ સંભાળવા માટે થઈને રાખવામાં આવ્યા હોય તેવી પણ ચોકાવનારી માહિતી મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકવામાં આવેલ આરોપીઓના જામીન માટેની અરજી દરમિયાન સામે આવેલ છે

આ કામે પકડવામાં આવેલ અલ્પેશ, દિલીપ અને મુકેશ નામના આરોપીઓના જામીન માટે તેના વકીલ તરફથી જે દલીલ કરવામાં આવી હતી તેમાં ખાસ કરીને તેમને ત્યાં ભીડને મેનેજ કરવા માટે મૂકવામાં આવ્યા હતા તેવું આરોપીના વકીલ તરફેથી કોર્ટમાં કહેવા માગ્યું હતું જોકે ડીસ્ટ્રીક જજે તેમની ચોક્કસ જવાબદારી શું હતી ? કેટલા લોકોને જવા દેવા ? કેટલા લોકો આવે તો તેને રોકવા ? આ બધા જ પ્રશ્નોના જવાબ પૂછ્યા ત્યારે તેમની પાસે કોઈ સચોટ જવાબ ન હતો અને માત્ર એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે “તેમને ભીડ મેનેજ કરવા માટે થઈને જુલતા પુલ ઉપર મોકલવામાં આવ્યા હતા” પરંતુ બીજી હકીકત એવી પણ દલીલ દરમિયાન સામે આવી હતી કે જે દિવસે દુર્ઘટના બની તે દિવસે ઝુલતા પુલ ઉપર ૩૧૬૫ ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું હતું અને ઝુલતા પુલ ઉપર લોકોની ભીડ વધી ગઈ હતી તેમ છતાં પણ ટિકિટ ઇસ્યુ કરનાર વ્યક્તિઓ દ્વારા ટિકિટ બારીને બંધ કરવામાં આવી ન હતી ? ભીડને કંટ્રોલ કરવા માટે ત્યાં મૂકવામાં આવેલ કર્મચારીઓ દ્વારા ભીડને કંટ્રોલ કરવામાં આવી ન હતી ? અને જેટલા લોકો આવ્યા તેને જુલતા પુલ ઉપર જવા દેવામાં આવ્યા જેથી કરીને આ ગોજારી ઘટના બની હોય તેવું હાલમાં ચિત્ર સામે આવી રહ્યું છે
અજંતા મેન્યુફેક્ચરિંગ કંપનીના ઓરેવા ગ્રુપ દ્વારા પાલિકા સાથે જે કરાર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ કંપનીમાં મેનેજર દીપકભાઈ પારેખને કંપની તરફથી ઝુલતાપુલની દુર્ઘટના સંદર્ભે પકડવામાં આવ્યા છે અને તેના જામીન માટેની જે અરજી મુકવામાં આવી છે તેની દલીલમાં આરોપી પક્ષેથી વકીલે એવું જણાવ્યું હતું કે “હાલમાં કાયદા નિષ્ણાત એવા પોલીસ અધિકારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ગુના બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે અને તે ફરિયાદની અંદર પાલિકા અને ઓરેવા ગ્રુપ વચ્ચે કરાર થયો છે અને તેનું ડોક્યુમેન્ટ હોવા છતાં પણ તેનો ક્યાં ફરિયાદમાં નામ ઉલ્લેખ નથી” અને તેમના આરોપી કે જે કંપનીમાં મેનેજર હતા તેના નામનો ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ નથી છતાં પણ તેમની ધરપકડ કરવામાં આવેલ છે આટલું જ નહીં પરંતુ કરારમાં ક્યાંય ફિટનેશ સર્ટી લેવા માટેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? અને અને વર્ષ ૨૦૦૭ થી જુલતા પુલની જવાબદારી ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી ત્યારે પહેલા પાલિકા પાસે જવાબદારી હતી ત્યારે ૧૯૪૯ થી લઈને ૨૦૦૭ સુધીમાં કેટલી વખત ફિટનેશ સર્ટી લેવામાં આવ્યા છે ? તેવી પણ દલીલ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવી હતી જોકે તેની સામે સરકારી વકીલે જણાવ્યું હતું કે પાલિકા સાથે જે કરાર કરવામાં આવ્યો છે તેમાં દીપકભાઈ પારેખની સહી નથી પરંતુ પુલના રીપેરીંગ કામ માટે જે કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો તેમાં દીપકભાઈ પારેખની સહી છે તે ઉપરાંત જે માલની ખરીદી કરવામાં આવી છે તેમાં પણ દીપકભાઈની સહી કરેલ છે જેથી કરીને જો તેમની જવાબદારી ન હોય તો તેમણે શા માટે થઈને ડોક્યુમેન્ટમાં સહી કરી છે ? આમ બચાવ પક્ષ અને સરકારી વકીલ દ્વારા ડિસ્ટ્રિક્ટની અંદર જે દલીલો કરવામાં આવી હતી તેમાં ખાસ કરીને આરોપીઓના બચાવ માટે થઈને તેમના વકીલ દ્વારા જે ગુગલી ફેકવામાં આવી છે તે ક્યાંકને ક્યાંક આગામી દિવસોમાં મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપને ક્લીન બોલ્ડ કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી