મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે વાડામાંથી દારૂના ૧૧૩ પાઉચ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE











હળવદના સુરવદર ગામે વાડામાંથી દારૂના ૧૧૩ પાઉચ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

હળવદ તાલુકાના સુરવદર ગામે આવેલ વાડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બાવળની જાળીમાંથી દારૂના ૧૧૩ પાઉચ મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧,૩૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ૨૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૧૩,૩૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સુરવદર ગામે કિરણભાઈ કરસનભાઈ ધામેચાના વાડામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં બાવળની જાળીમાંથી સેલ ઇન રાજસ્થાન લખેલ દારૂના ૧૧૩ પાઉચ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૧,૩૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ત્યાંથી બે હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઇલ આમ કુલ મળીને ૧૩૩૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે કિરણભાઈ કરસનભાઈ ધામેચા જાતે કોળી (૨૦) રહે. સુરવદર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ધર્મેશભાઈ ઉર્ફે ધમો કરસનભાઈ ધામેચા રહે. સુરવદર વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ધર્મેશભાઈએ કિરણભાઈને દારૂ વેચાણ કરવા માટે આપ્યો હતો તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મહિલા સારવારમાં

મોરબીના તળાવિયા શનાળા ગામે રહેતા અનસોયાબેન ધરમશીભાઈ ચીખલીયા નામના ૫૮ વર્ષના મહિલા બાઇકમાં બેસીને વાડીએથી પરત ઘરે આવતા હતા ત્યારે ગામમાં બેઠા પુલ પાસે તેમના બાઇકની આડે કુતરુ ઉતરતા વાહન સ્લીપ થઇ જતા ડાબા હાથ અને પગના ભાગે ઇજાઓ થતા તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરવામાં આવી હતી અને તપાસ ચાલવામાં આવી હતી. જ્યારે વાંકાનેરના સરતાનપર ગામે રહેતી ભાવનાબેન દિનેશભાઈ અલુભાઈ ઉડેસા નામની ૩૭ વર્ષીય મહિલાએ તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને બેભાન હાલતમાં અહીં મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનાબેનનો લગ્ન ગાળો ૧૭ વર્ષનો છે હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આધેડ સારવારમાં

મોરબીના શનાળા બાયપાસ મેઇન કેનાલ પાસે શિયાળની વાડી વિસ્તારમાં રહેતા કિશોરભાઈ પીતાંબરભાઈ નકુમ જાતે સતવારા નામના ૫૦ વર્ષના આધેડ વાડીએથી પોતાના ઘરે જતા હતા ત્યારે તેમના બાઈક આડે પથ્થર આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાઓ પહોંચતા કિશોરભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા






Latest News