હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા આઠ આરોપીઓની જામીન અરજી રદ્દ


SHARE





મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા આઠ આરોપીઓની જામીન અરજી રદ્દ

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં જેલમાં છે દરમ્યાન આઠ આરોપીઓએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી જેની અગાઉ સુનવણી હતી અને આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આજે તમામ અરજી રદ્દ કરવામાં આવેલ છે

મોરબીમાં ગત ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખદિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમારપ્રકાશ લાલજીભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયામાદેવભાઈ લાખાભાઈ સોલંકીઅલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલદિલીપભાઈ ગલાભાઈ ગોહિલમુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરેલ છે આ આઠ આરોપીની જામીન અરજી કરવામાં આવી હતી અને ગત તા ૨૧ ના રોજ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનવણી હોય આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા બંને પક્ષેથી દલીલો કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આરોપીઓના વકીલ દ્વારા જામીન મેળવવા માટે થઈને જુદી જુદી કોર્ટમાં આપવામાં આવેલા ચુકાદાઓને રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપીની સીધી રીતે કોઈ જવાબદારી ફિક્સ થતી નથી તેવી દલીલ કરવામાં આવી હતી તો સામા પક્ષેથી સરકારી વકીલ દ્વારા પણ મજબૂત પુરાવાઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને રાખીને હાલમાં કોર્ટે આજે આઠે આરોપીઓની જામીન અરજીને રદ કરેલ છે જોકે તારીખ 22 ના રોજ નવમા આરોપીની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મુકવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી તેમની તેનો ફેસલો તારીખ 24 ના રોજ કરવામાં આવશે




Latest News