હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી ઝુલતો પુલ અને તેની કેટલીય દાસ્તા : માનવીય દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકીનો જન્મદિવસે ઉજવાયો


SHARE





મોરબી ઝુલતો પુલ અને તેની કેટલીય દાસ્તા : માનવીય દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકીનો જન્મદિવસે ઉજવાયો

મોરબીની ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટના કે જે એક માનવીય બેદરકારીની ઘટના હતી અને તેમાં અનેક લોકોએ જે જીવ ગુમાવ્યા તેને લઈને દરેકની એક અલગ સ્ટોરી થાય તેવી બીના છે.તેવી જ એક વાત મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જોવા મળી હતી કે જ્યાં એક જ પરિવારના નાની વયના દીકરો-દીકરી આ ઘટનામાં અવસાન પામ્યા હતા અને તે પૈકી દીકરીનો આજે જન્મદિવસ હોય તે વિસ્તારના લોકો દ્વારા બાળકીના ફોટા સામે કેન્ડલ પ્રગટાવીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને નાના બાળકોને બટુક ભોજન કરાવી બાળકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા દર્શનભાઈ જોગિયાણીની દીકરી માહી (ઉમર ૭) અને ભાવેશ (ઉંમર ૪) એમ બંનેના ઉપરોક્ત ઘટનામાં મોત થયા હતા તે પૈકી માહીનો આજે તા.૨૩ ના જન્મદિવસ હોય જોટાણીયા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તે વિસ્તારના રહેવાસીઓએ બાળકીને તસ્વીર સામે કેન્ડલ પ્રગટાવીને તેમજ ફૂલ અર્પણ કરી બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી અને બાદમાં તે વિસ્તારના બાળકોને સમૂહ બટુક ભોજન કરાવી સ્વર્ગસ્થતા બાળકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.




Latest News