હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ભાજપ સરકારના વિકાસની પોલ ખોલતા કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા


SHARE





મોરબી સહિત ગુજરાતમાં ભાજપ સરકારના વિકાસની પોલ ખોલતા કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા અને સૌરાષ્ટ્રના મીડિયા પ્રભારી અજય ઉપાધ્યાયજીની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ રાખવામા આવી હતી જેમાં મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાને યાદ કરીને આ દુર્ઘટનામાં મૃત્યુ પામે લોકોની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યાર બાદ ગુજરાતમાં ભાજપની સરકારે શું કામ કર્યું છે તેની પોલ ખોલવામાં આવી હતી

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં જઈ રહ્યા છીએ ત્યારે લોકો પાસેથી અનેક મુદાઓ આવી રહ્યા છે ખાસ કરીને ડબલ એન્જિનની સરકાર દેશમાં અને રાજ્યમાં ચાલી છે જે ફેઇલ છે કેમ કે, શિક્ષણ અને સ્વાસ્થ્યની વાત કરીએ તો છેલ્લા વર્ષોમાં અકે પણ સરકારી વિશવ વિદ્યાલય બનાવવામાં આવેલ નથી અકે પણ સરકારી હોસ્પિટલ બનાવવામાં આવેલ નથી છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ મોટું શૈક્ષણિક સરકારી  સંકૂલ બનાવવામાં આવેલ નથી અને કેટલીક મહાવિદ્યાલયોને બંધ કરવામાં આવી છે

સરકારી સ્વાસ્થ્ય વ્યવસ્થામાં કોરોના કાળમાં ફેઇલ હતી ત્યારે ઘણા બધા લોકોની લાશો રોડ ઉપર પડી રહેતી હતી અને હોસ્પીટલમાં ઓક્સિજન, દવા, સ્ટાફ સહિતની અનેક અસુવિધાઓ હતી અને ત્યારે કેટલાય નેતાઓ દવાનું બ્લેક માર્કેટિંગ કરવામાં લાગેલા હતા તે રીતે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયા સરકાર દેશમાં ખર્ચ કરી રહી છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે તેવું કંઈ થયું નથી સરકારી હોસ્પિટલની પરિસ્થિતિ જોઈએ તો મોરબીમાં જે ઘટના બની હતી ત્યારે સરકારી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આવ્યા ત્યારે રંગ રોગાન કરવામાં આવ્યું હતું જેની ચારે બાજુએ ટીકા કરવામાં આવી હતી

આજની તારીખે ગુજરાતમાં સરકારી હોસ્પિટલો છે તેમાં ૯૦ ટકા હોસ્પિટલોમાં સરકારી ડોક્ટરો નથી અને પેરામેડિકલ સ્ટાફ છે તેવી જ તેવી જ રીતે હોસ્પિટલમાં ૯૦ ટકા જગ્યા ખાલી છે શું આ ગુજરાતનો વિકાસ છે અને જ્યારે પણ સરકારી ભરતી માટે પરીક્ષા હોય છે ત્યારે પેપર લીક થતાં હોય છે જેથી તે પેપર લીક નથી થતાં પણ આ સરકાર જ લીક થઈ રહી છે તેવો કટાક્ષ પણ કર્યો હતો તેમજ ગેસના ભાવ, મોંઘવારી સહિતના મુદાઓને લઈને સરકારને આડે હાથે લીધી હતી આજની તારીખે મોરબીના લોકો મોરબીમાં બદલાવ આવે તેના માટે મન બનાવીને બેઠા છે તેવી લાગણી વ્યક્ત કરી હતી 




Latest News