હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ અને યુવા દલવાડી સમાજનું પ્રકાશભાઈ વરમોરાને ખુલ્લુ સમર્થન: ગામો ગામ આવકાર


SHARE





હળવદ ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ અને યુવા દલવાડી સમાજનું પ્રકાશભાઈ વરમોરાને ખુલ્લુ સમર્થન: ગામો ગામ આવકાર

ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા વરમોરાને લોકો તરફથી ખૂબ જ આવકાર મળી રહ્યો છે અને ચૂંટણી પ્રવાસ દરમ્યાન ઠેરઠેર આવકાર પણ મળી રહ્યો છે દરમ્યાના દલવાડી સમાજ બાદ યુવા દલવાડી સમાજના આગેવાનો, હોદેદારો અને યુવાનો સાથે મિટિંગ રાખવામા આવી હતી જેમાં આ વિસ્તારમાં આવતા મતદારો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં ભાજપ પક્ષ દ્વારા દલવાડી સમાજને ઘણું બધુ આપવામાં આવ્યું છે

ત્યારે ભાજપનું કમળ આ બેઠક ઉપર ખીલી ઊઠે તેના માટે દલવાડી સમાજના યુવાનોને કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી હતી અને ખાસ કરીને વર્ષોથી દલવાડી સમાજ ભાજપની સાથે રહે છે તેવી જ રીતે દલવાડી સમાજ આ ચુંટણીમાં પણ ભાજપની સાથે જ  રહેશે અને ભાજપના વિજય માટે દલવાડી સમાજ કોઈ કસર રાખશે નહીં તેવો આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ તકે રણછોડભાઈ દલવાડી, જેરામભાઇ સોનાગ્રા, પ્રવીણભાઈ સોનાગ્રા, ગિરીશભાઈ લકુમ અને રમેશભાઈ ભગત સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

ત્યાર બાદ ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમા હળવદ વેપારી મહામંડળ અને હળવદ ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા વેપારીઓ સહિતના આગેવાનો, હોદેદારો સહિતના લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં ભાજપના વિકાસને મતદારો સહિતના લોકો આવકારી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા-હળવદ બેઠક ઉપરથી કમળ સાથે પ્રકાશભાઈ વરમોરાને ગુજરાત વિધાનસભામાં મોકલવા માટે હળવદના વેપારીઓ દ્વારા કોલ આપવામાં આવેલ છે તો ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાએ પણ ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના વેપારીઓ શાંતિ અને સલામતી સાથે તેના વેપાર ધંધા કરી શકે તેમજ લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી

તો તા ૨૪ ના રોજ હળવદ તાલુકાનાં ૧૪ ગામનો ચૂંટણી પ્રવાસ કરવામાં આવ્યો હતો અને તેમાં જૂના કોયબા, નવા કોયબા, હરિપર, સાપકડા, ચિત્રોડી, દીધાડિયા, ભાલગામડા, ગોલાસણ, મેરૂપર, પાંડાતીર્થ,રંભડા, સુંદરી ભવાની, માથક, અને ઘનશ્યામપુરનો સમાવેશ થાય છે આ ગ્રામ્ય વિસ્તાર ગ્રામજનો તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને વધુ મજબૂત બનાવવા માટે પ્રકાશભાઈ વરમોરાને આ બેઠક ઉપરથી જંગી લીડ સાથે ચૂંટી કાઢવા માટેનો કોલ આપ્યો હતો હાલમાં જે રીતે દરેક જ્ઞાતિ અને સમાજ તરફથી પ્રકાશભાઈ વરમોરાને સમર્થન આપવામાં આવી રહ્યું છે તે જોતાં આગમી દિવસોમાં આ બેઠકની લીડનો નવો રેકોર્ડ બને તો નવાઈ નથ




Latest News