હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના કોયબા રોડે ટ્રેક્ટર ચાલકે રિક્ષાને હડફેટે લેતા દંપતી સહિત ત્રણને ઇજા


SHARE





હળવદના કોયબા રોડે ટ્રેક્ટર ચાલકે રિક્ષાને હડફેટે લેતા દંપતી સહિત ત્રણને ઇજા

હળવદના કોયબા રોડ ઉપર આવેલ વસુધરા વેરહાઉસ નજીક ટ્રેક્ટર ચાલકે રિક્ષાને હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દંપતી તેમજ તેના દીકરાને ઇજા થયેલ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં આવ્યા હતા અને યુવાને હાલમાં ટ્રેક્ટર સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદના કોયબા ઢવાણા રોડ ઉપર આવેલ વસુધારા વેરહાઉસ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા અમરસિંહ ધનજીભાઈ ભુરીયા જાતે આદિવાસી (૨૦) એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે ૧૩ ઈઈ ૧૦૦૩ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે વસુધરા વેરહાઉસ નજીકથી ટ્રેક્ટર ચાલક પોતાના ટ્રેક્ટરમાં કપાસ ભરીને પસાર થતો હતો ત્યારે બેફિકરાઈથી તેને પોતાનું ટ્રેક્ટર ચલાવ્યું હતું અને રિક્ષાને હડફેટે લીધી હતી અને તેમાં બેઠક ફરિયાદી તેમજ તેના પત્નીને જમણા હાથે ગંભીર ઇજા થયેલ છે તેમજ તેના દીકરાને કપાળ અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને ત્રણેયને સારવારમાં લઈને ગયા હતા અને ત્યાર બાદ અમરસિંહ ભુરીયાએ હાલમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાહન અકસ્માતમાં ઇજા
 
મોરબીના સબજેલ ચોક સામે વજેપર વિસ્તારમાં રહેતો દિવ્યરાજસિંહ ભીખુભા જાડેજા નામનો ૨૨ વર્ષનો યુવાન કાલિકા પ્લોટ વિસ્તારમાંથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવામાં આવ્યો હતો. તેમજ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં રહેતો વિનોદભાઈ રાઘવજીભાઈ બારેજીયા નામનો ૩૯ વર્ષનો યુવાન મોરબીની નાનીબજાર વિસ્તારમાં દરબારગઢ પાસેથી જતો હતો ત્યારે બાઈકમાંથી નીચે પડી જતા તેને પણ સારવાર માટે લઈ જવાયો હતો.
 
વીજ શોટ લાગતા સારવારમાં
 
મોરબીના વીસીપરામાં મદીના સોસાયટીમાં રહેતો યાકુબ અયુબભાઈ કટીયા નામનો ૨૬ વર્ષનો યુવાન મોરબીના રાજપર રોડ ઉપર હરિકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ નજીક કામ કરતો હતો ત્યારે ત્યાં તેને વીજશોટ લાગતા અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તેમજ મોરબીના રવાપર રોડ ઉપર રહેતો ચિરાગ વિઠ્ઠલભાઈ કાસુન્દ્રા નામનો ૨૬ વર્ષનો યુવાન મોરબીની મેઇન પોસ્ટ ઓફિસ પાસે પટેલ ઇલેક્ટ્રોનિક નજીકથી બાઈકમાં જતો હતો ત્યાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા તેને સારવારમાં સિવિલે લઈ જવામાં આવ્યો હતો



Latest News