હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત


SHARE





વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રામદેવપીર મંદિર પાસેથી પસાર થતાં આધેડને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા જેથી તેઓને શરીરે અને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને નાશી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક આધેડના દીકરાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ રામદેવપીરના મંદિર પાસેથી મૂળ દરેડ ગામના રહેવાસી સાજણભાઈ માણસુરભાઈ ખરા પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને માથામાં અને શરીરને ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હોય હાલમાં મૃતક આધેડના દીકરા નિકુલભાઇ સાજણભાઈ ખરા (ઉંમર ૨૧) રહે. મૂળ દરેડ હાલ ભલગામ વાંકાનેર વાળાની ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલો પાસે એસપી રોડ નજીકથી સભારાની વાડીમાં રહેતા ગોરધનભાઈ માધવજીભાઈ પરમાર (૨૮) પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે સ્કૂલ બસ નં. જીજે ૩૬ ટી ૨૩૭૭ ના ચાલકે તેના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને ગોરધનભાઈને હાથે, પગે અને શરીરમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને સ્કૂલ બસનો ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા ગોરધનભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કૂલ બસના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News