ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

 મતગણતરીને લઈને ભારે ઉત્સુકતું: મોરબી જિલ્લામાં પ્રત્યેક વિધાનસભા બેઠક માટે 14-14 ટેબલ ઉપર 22 રાઉન્ડના અંતે આવશે પરિણામ


SHARE











 મતગણતરીને લઈને ભારે ઉત્સુકતું: મોરબી જિલ્લામાં પ્રત્યેક વિધાનસભા બેઠક માટે 14-14 ટેબલ ઉપર 22 રાઉન્ડના અંતે આવશે પરિણામ

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને હાલમાં ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે અને સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબ્બકાનું મતદાન પૂર થયા બાદ આગામી ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થયેલ મતદાનની મતગણતરી કરવામાં આવશે અને તેના માટેની ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં 906 મતદાન મથકો ઉપર મતદારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક ઉપર સરેરાશ 69.77 ટકા મતદાન થયુ છે અને તે ગત સામાન્ય ચુંટણીની સરખામણીએ 0.07 ટકા ઓછું મતદાન છે જો કે, મતદારોની સંખ્યામાં વધારો થયો છે તે પણ હક્કિત છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હોવાના કારણે મોરબી જિલ્લાની તમામ બેઠકો ભાજપે ગુમાવી હતી જો કે, આ વખતે શું તેને લઈને રાજકીય આગેવાનો તેમજ સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

આ વખતે ગત ચુંટણીની લગોલગ જેટલું મતદાન થયું હોવાથી આ મતદાન કોને ફડશે અને કોને નડશે તેના લઈને બુથવાઈઝ આંકડા મેળવીને હાલમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિતના જીત માટેના મતોનો તાલમેલ કરી રહ્યા છે જો કે, ઇવીએમ મશીનમાંથી એક પછી એક બુથના આંકડા નીકળશે ત્યાં પછી કેટલાકના પગ નીચેથી જમીન સરકી જવાની છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યાર પહેલા જ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતને હચમચાવી રાખે તેવી દુર્ઘટના એટલે કે ઝુલતાપુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી જેમાં 135 લોકોના મોત નિપજ્યા હતા જેથી આ ઘટનાનો કેવો પ્રભાવ ચૂંટણીમાં રહ્યો તે પણ હાલમાં કહવું મુશ્કેલ છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં આ ચૂંટણી 67.16 ટકા જેટલુ મતદાન થયું છે જો કે, ગત ચુંટણીમાં 71.24 ટકા મતદાન હતુ ટંકારા પડધરી બેઠકમાં આ ચુંટણીમાં 71.18 ટકા મતદાન થયેલ છે અને ગત ચુંટણીમાં 74.12 ટકા મતદાન હતુ તો વાંકાનેર કુવાડવા બેઠકમાં આ ચુંટણીમાં 71.19 ટકા મતદાન છે અને ગત ચુંટણીમાં 74.38 ટકા મતદાન હતુ સરેરાશ આ વખતે જે મતદાન થયુ છે તે 69.77 ટકા છે અને ગત ચુંટણીમાં 69.84 ટકા મતદાન નોંધાયું હતુ એટ્લે કે 0.07 ટકા મતદાન ઓછું થયેલ છે તો પણ મતદારોની સંખ્યા વધી છે હાલમાં ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આગમી 8 તારીખે મોરબીના મહેન્દ્રનગર ગામે પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે મતગણતરી કરવામાં આવશે પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ દરેક બેઠકમાં કુલ 14-14 ટેબલ રાખવામા આવશે અને એક બેઠક માટેના 22 રાઉન્ડના અંતે બેઠકનું ફાઇનલ ચિત્ર સામે આવશે






Latest News