મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં નોનવેજ પાર્ટીમાં મારામારીમાં બેને ઇજા


SHARE









મોરબીમાં નોનવેજ પાર્ટીમાં મારામારીમાં બેને ઇજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા વિસ્તારમાં ઘરમાં રાખવામાં આવેલ નોનવેજ પાર્ટીમાં પાડોશી સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ થયેલ મારામારીમાં બે યુવાનોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર કુબેર ટોકીઝના પાછળના વિસ્તારમાં રહેણાંક મકાનમાં નોનવેજની પાર્ટી રાખવામાં આવી હતી અને ત્યાં મારામારી થઈ હતી જે બનાવમાં ગુલાબસિંગ જોગીન્દ્રસિંગ (૨૧) અને સોનુ કપિલભાઈ મન્સુરી (૨૪) રહે. બંને બ્રાઉડ સીરામીક માટેલ રોડ વાંકાનેર વાળાઓને મારામારીમાં ઈજા પહોંચતા અહીંની સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે નોનવેજની પાર્ટી રાખવામાં આવેલી હોય અને તે બાબતે બાજુમાં રહેતા અબ્બાસ મિંયાણા નામના શખ્સની સાથે બોલાચાલી થયા બાદ ઉપરોક્ત મારામારીનો બનાવ બન્યો હતો.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના ટીંબડી ગામે રહેતા હેતલબેન રાહુલભાઈ ટોયટા નામની ૨૪ વર્ષીય મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે અને બનાવની આગળની તપાસ સંદર્ભે જોડીયા પોલીસને જાણ કરવામાં આવી છે.

ફીનાઇલ પી લેતા યુવાન સારવારમાં

મોરબીના કાયાજી પ્લોટ શેરી નંબર-૫ માં રહેતા અફઝલ મહંમદ ઈમાની નામના ૨૨ વર્ષના યુવાને ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા અફઝલે પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે તેનો ભાઈ પ્રેમિકાને લઈને એક મહિનાથી ઘરેથી ભાગી ગયો હોય અને ઘરે ફોન કરીને ઘર પરિવારના લોકોને ધમકાવતો હોય તે બાબતનું મનોમન માઠુ લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભરી લેતા તેને સારવારમાં ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નવી પીપળી ગામે રહેતા અનિલભાઈ કરમશીભાઈ રૂપાલા (૪૩) અને કિરણબેન અનિલભાઈ રૂપાલા (૪૨) નામનું દંપતી પીપળી ગામેથી ટીંબડી ગામ તરફ જતું હતું ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી કરીને ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.




Latest News