મોરબીમાં સ્વર્ગસ્થ વડીલના જન્મદિવસ નિમિત્તે યોજાયો મેડિકલ કેમ્પ
મોરબીના જેતપર ગામે યુવાન તળાવમાં ડૂબ્યો: ફાયરની ટીમ ઘટના સ્થળે
SHARE
મોરબીના જેતપર ગામે યુવાન તળાવમાં ડૂબ્યો: ફાયરની ટીમ ઘટના સ્થળે
મોરબીના જેતપર ગામે બપોરના સમયે યુવાન તળાવમાં ડૂબી ગયો હતો જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ યુવાન પાણીમાં નહિ મળતા અંતે મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે બપોરના સમયે યુવાન તળાવમાં નહાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને પહેલા ગામના તરવૈયાઓ દ્વારા યુવાનને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને બાદમાં મોરબી પાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને તળાવમાં ડૂબેલ ગયેલ મજૂર યુવાનને શોધવા માટે હાલમાં ફાયરની ટિમ ઘટના સ્થળે જ છે અને પાણીમાં ડૂબી ગયેલ યુવાનને શોધવા માટે મોરબી ફાયરના જવાનો દ્વારા પાણીમાં શોધખોળ કરવામાં આવી રહી છે









