વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી દુષ્કર્મ કેસના આરોપીઓને કડક સજાની વણકર સમાજ સેવા સમિતિ- યુવા આર્મી ગ્રુપની માંગ


SHARE









મોરબી દુષ્કર્મ કેસના આરોપીઓને કડક સજાની વણકર સમાજ સેવા સમિતિ- યુવા આર્મી ગ્રુપની માંગ

મોરબીમાં રાત્રી સફાઈ કરતી મહિલાને કારમાં લઈ જઈને તે મહિલા સાથે બે શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને દુષ્કર્મ આચારનારા બંને શખ્સ ઉપર ચોમેર ફિટકારની લાગણી વરસી રહી છે ત્યારે મહિલા સફાઈ કામદાર સાથે દુષ્કર્મ આચરવાની ઘટનામાં પકડાયેલા બંને આરોપીઓને આકરી સજા કરવાની હાલમાં યુવા આર્મી ગ્રુપ અને મોરબી-માળીયા-ટંકારા તાલુકા વણકર સમાજ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબીમાં સેવાકીય કામમાં મોખરે રહેતા યુવા આર્મી ગ્રૂપ દ્વારા મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને આરોપીઓનો કોઈ પણ સમાજ નથી હોતો જેથી કરીને જે કોઈ આરોપીહોય તેને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને ભોગ બનેલ મહિલાના પરિવારની સાથે યુવા આર્મી ગ્રૂપ હંમેશા ઊભું રહેશે અને આ પરિવારને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપેલ છે

તો મોરબી-માળીયા-ટંકારા તાલુકા વણકર સમાજ સેવા સમિતિ દ્વારા મોરબીમાં રાત્રી સફાઈ કરતાં આધેડ મહિલા કર્મચારીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે ઘટનાને લઈને આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે અને જરૂર પડ્યે ફાસ્ટટ્રેક કોર્ટમાં જવાની તૈયારી પણ આ સમિતિએ દર્શાવી છે.




Latest News